Abtak Media Google News

ઉતર ગુજરાતના વિદ્યાર્થીઓ ટેકનિકલ, સ્ટાર્ટઅપ, ઈનોવેશન જેવા ક્ષેત્રમાં અદ્યતન શિક્ષણ મેળવી શકશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસીની શાખાઓ માટે ગ્રેજયુએટ સ્કુલનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવે છે. સરકાર દ્વારા જીટીયુના આ સફળ આયોજનને બિરદાવતા મહેસાણા સ્થિત ગુજરાત પાવર એન્જિનિયરીંગ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીપેરી)નું સંચાલન જીટીયુને સોંપ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૧૧માં પીપીપી ધોરણે જીપેરીની સ્થાપના કરવામાં આવી હતી. ૨૫ એકર ક્ષેત્રફળમાં ફેલાયેલ આ કોલેજમાં સિવિલ, કોમ્પ્યુટર, મિકેનિકલ અને ઈલેકટ્રીકલ એન્જિનિયરીંગની શાખા કાર્યરત છે.

Whatsapp Image 2020 09 0

જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીન શેઠ દ્વારા જણાવ્યું હતું કે, ઉતર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન જેવા ક્ષેત્રમાં અદ્યતન શિક્ષણ મેળવી શકશે , જેી કરીને આગામી દિવસોમાં ઈન્ડસ્ટ્રીઝને પણ તેજસ્વી વિર્દ્યાીઓ કી ફાયદો શે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે જણાવ્યું હતું કે, જીટીયુમાં રિસર્ચ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ સંબધિત જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે આગામી દિવસોમાં જીપેરીના કેમ્પસ ખાતે પણ કરવામાં આવશે. જેી કરીને ઉત્તર ગુજરાતના વિર્દ્યાીઓને પણ જીઆઈસી સંચાલિત તમામ પ્રકારની પ્રવૃતિનો લાભ મળશે. જીપેરી ખાતે સિવિલ , મિકેનિકલ , ઈલેક્ટ્રીકલ અને કોમ્યુટર શાખામાં અનુક્રમે ૬૦, ૬૦, ૩૦ અને ૯૦ જગ્યા પર દેશ-વિદેશના વિર્દ્યાીઓને પ્રવેશ આપવામાં આવશે. ઉત્તર ગુજરાતના વિર્દ્યાીઓને ધરઆંગણે તમામ પ્રકારની ટેક્નિકલ શિક્ષણનો લાભ મળશે.

આ ઉપરાંત સિમેન્સ અને એન્કર જેવી નામાંકિત કંપનીનું સેન્ટર ઑફ એક્સલેન્સ પણ શરૂ કરવામાં આવશે. મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ શાખાની ૧૭ જેટલી અદ્યતન કોમ્યુટર લેબની શરૂઆત કરાશે. જેનાી વિર્દ્યાીઓને રિસર્ચ અને પ્રેક્ટીકલ વર્ક સેબધિત તમામ પ્રકારની પ્રવૃત્તિની સવલત મળી રહેશે. વિર્દ્યાીનીઓ માટે તાત્કાલિક ધોરણે હોસ્ટેલની સુવિધા પણ કરવામાં આવી છે તા આગામી વર્ષી વિર્દ્યાીઓ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ કરાશે. વિર્દ્યાીઓના પરિવહનની સુવિધા અદ્યતન લાઈબ્રેરી અને વિશાળ રમત-ગમત મેદાન ધરાવતા જીપેરી કેમ્પસનું ઐઆઈસીટીઈના તમામ ધરાધોરણ મુજબ જીટીયુ દ્વારા સંચાલન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.