Abtak Media Google News

લાંબા સમયથી ખોરંભે ચડેલી જમીન ફાળવણીની કામગીરી ઝડપી કરાશે

જંગલ વિસ્તારમાં આવતી ઉપયોગ વિહોણી જમીનને લોકઉપયોગી બનાવવા માટે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

જેના અંતર્ગત ટૂંક સમયમાં જંગલ વિસ્તારની જમીનો ઉપર માળખાગત સુવિધાઓ બનવાનું શ‚ થશે અને વિકાસની ગતીમાં ઝડપ આવશે. વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકઉપયોગી નિર્ણયો કરી ભાજપ સરકાર ૧૫૦ પ્લસ બેઠકોનું લક્ષ્યાંક પાર પાડવા માટે કમ્મર કસી રહ્યું છે.

છેલ્લા લાંબા સમયથી ફોરેસ્ટ રાઈટ્સ એકટ હેઠળ જમીન ફાળવણીની કામગીરી ખોરંભી ચડી છે. ત્યારે હવે આ તમામ અરજીઓ અને દરખાસ્તોને આગામી ૨ મહિનાની અંદર ઉકેલવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં

આવી રહ્યાં છે.

આ માટે તમામ જ‚રી ખાતાઓને સુચનો પણ આપી દેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં રહેતા લોકો ભાજપ તરફ આકર્ષાય અને તેઓની સુખાકારીમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અગાઉ સભાઓ પણ યોજવામાં આવી હતી. તેમજ આદિવાસી વિકાસ યાત્રા પણ યોજાઈ હતી.

આંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના વિકાસ માટે કામ કરતા વિભાગના સચિવે કહ્યું હતું કે, કેબીનેટના સુચન પ્રમાણે આગામી બે મહિનાની અંદર જમીનો માટેની દરખાસ્તોને મંજૂર કરવા અને તેના ઉપર પુરતી કામગીરી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેના અંતર્ગત અંદાજીત ૪૭ હજાર દરખાસ્તોની ચકાસણી કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.