ડાયરેક્ટ ડિસ્પ્યુટમાં ફસાયેલા નાણાંની વસુલાત માટે સરકારની કવાયત

વિવાદોના કાયમી ઉકેલ માટે વિવાદસે વિશ્વાસ જેવી સ્કીમ કેન્દ્રીય બજેટમાં લવાય તેવી શક્યતા

ડાયરેક્ટ ટેક્સ ડિસ્પ્યુટમાં ફસાયેલા નાણાં ફરી વ્યવસ્થામાં લઈ આવવા માટે આગામી કેન્દ્રીય બજેટમાં કવાયત હાથ ધરવામાં આવશે. બજેટમાં વિવાદ સે વિશ્વાસ જેવી યોજનાની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ બાબતે બજેટ પહેલા સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં ચર્ચા થઈ હતી ત્યારબાદ વિવાદોના કાયમી ઉકેલ માટે નવી સ્કીમ લઈ આવવામાં આવશે તેવા સંકેતો મળે છે.

વર્તમાન સમયે કરવેરાના વિવાદમાં ઉકેલ માટે વિવાદ સે વિશ્વાસ જેવી સ્કીમ ઉપલબ્ધ છે. ઉપરાંત ફેસલેસ એસેસમન્ટ જેવી વૈકલ્પિક સેટલમેન્ટ પદ્ધતિનો ઉપયોગ પણ થાય છે. અલબત્ત વિવાદના ઉકેલ માટે તે વન ટાઈમ તક છે. આવી સ્થિતિમાં વધુ એક યોજના અમલમાં મુકાય શકે છે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય હજુ થયો નથી.ઉલ્લેખનીય છે કે, કરવેરા વિવાદમાં રૂપિયા આઠ લાખ કરોડ ફસાયેલા છે, જેને ફરીથી સામાન્ય પ્રવાહમાં લાવવા માટે વિવાદ  સે વિશ્વાસ સહિતની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. મોટા પ્રમાણમાં નાણાં વિવિધ કાયદાકિય આટીઘૂંટીમાં ફસાયેલા છે. તેવી સ્થિતિમાં વિવાદને આરંભીક તબક્કામાં જ ઉકેલવામાં આવે તેવી યોજના લવાશે.હાલ, આંતરાષ્ટ્રીય કર વિવાદો ઉકેલવા માટે પણ કવાયત ચાલી રહી છે. કાયદાકીય પરિપ્રેક્ષમાં ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમીક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રેરિત સિદ્ધાંતો તરફ પણ નજર દોડાવવામાં આવી છે.

Loading...