દલીત સાથેના આંતર જ્ઞાતીય લગ્નને સરકારના પ્રોત્સાહન

wedding_
wedding_

છેતરપિંડી રોકવા માટે સરકાર બે હપ્તામાં રકમ આપશે

ઈન્ટરકાસ્ટ લગ્નને પ્રોત્સાહન આપતી મોદી સરકાર દલીત યુવક અથવા યુવતી સાથે લગ્ન કરનારા જોડાને ૨.૫ લાખની સહાય કરશે આ સહાયની લાલચમાં છેતરપીંડી ન થાય માટે તેમને બે હપ્તામાં પૈસા અપાશે. સોશિયલ જસ્ટીસ મિનિસ્ટ્રીના ડો. આંબેડકર ફાઉન્ડેશને રાજય સરકારને એક પત્રમાં જણાવ્યું હતુ કે સરકારે લગ્ન માટે ૫ લાખથી વધુ ખર્ચ કરવા પર પ્રતિબંધ લાદયો હતો. જેને રદ કરવામાં આવ્યો છે. અને હવે લગ્ન માટેના ખર્ચની મર્યાદા હટાવવામાં આવી છે.

ફાઉન્ડેશને લાંબી પ્રક્રિયા ટુંકવી આ યોજના માટે કેન્દ્ર સાથે જોડવાના તેમજ પરવાનગી મેળવવાના માર્ગો ખોલ્યા છે. નવા નિયમો પ્રમાણે જોડાને લગ્ન જીવનની શ‚આતનાં તબકકામાં રૂ.1.5 લાખ આપવામાં આવશે અને બાકીની રૂ.1 રકમ તેમના બેંક ખાતાઓમાં જમા કરી દેવામાં આવશે જેને તેઓ ત્રણ વર્ષ બાદ ઉપાડી શકશે. આ ઓડરને ચાલુ વર્ષે ઓકટોબરમાંજ પરવાનગી મળી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતુ કે આ યોજના અમુક વર્ષો પહેલા જ લાગુ કરવાની હતી પરંતુ તેમાં અમુક ફેરફારોની આવષ્યકતા હતી.

વર્ષ ૨૦૧૩માં જયારે આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે સરકારને આશા હતી કે વધુ સંખ્યામાં લોકો તેનો લાભ લેશે અને વર્ષભરમાં આ યોજનાનો ૫૦૦ કપલે લાભ લીધો હતો. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ૧૧૬ જોડાઓને સરકાર તરફથી પૈસા મળ્યા હતા. માયે હવે ફેરફારો કરી ફરીથી આ યોજના લોન્ચ કરાઈ છે.

Loading...