નાની બચત યોજનાના વ્યાજ દરમાં સરકારે કર્યો ઘટાડો

89

વ્યાજ દરમાં ૦.૭૦ ટકાથી ૧.૪૦ ટકા સુધી કાપ મુક્યો

કોરોના વાયરસને લઇને પ્રથમ ભારતીય રિઝર્વ બેંકે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ ઉપર કાતર ફેરવી હવે સરકારે સામાન્ય મુંબઇમાં ઝટકા આપી દીધો હોય તેમ હવે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પણ મોટો કાંપ મુકયો છે.

કેન્દ્ર સરકારે પબ્લીક પ્રોવિડન્ડ ફંડ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર આઇએસસી અને સુક્ધયા સમૃઘ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓની વ્યાજદર ઘટાડી નાખ્યા છે.

સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ૦.૭૦ ટકાથી ૧.૪૦ ટકા સુધી કાપ મુકયો છે. આ ઘટાડેલા વ્યાજદરનો અમલ એપ્રિલથી જુન-૨૦૨૦ ના ત્રિમાસિક સત્ર દરમિયાન લાગુ પડશે.

પીપીએફ ઉપરાંત કિશાન વિકાસ પત્ર અને સુક્ધયા સમૃઘ્ધિ યોજનામાં હવે વ્યાજનું વળતર ઓછું મળશે પીપીએફ પર આપવામાં આવતા વ્યાજદરમાં ૦.૮૦ ટકાનો ધરખમ ધટાડો કરવામાં આવ્યો છે. એપ્રિલથી જુનના ત્રિમાસિક સમયગાળા દરમિયાન પીપીએફ પર ૭.૧ ટકા વ્યાજ મળહે જે અત્યાર સુધીનું સૌથી ઓછું વળતર માનવામાં આવે છે.

સરકાર દ્વારા મંગળવારે જાહેર કરેલા વ્યાજ કાપના આ પગલાથી નાની બચતના વ્યાજદરમાં વળતરનું પ્રમાણ ધટશે ૮૦ બેઝિક જ પોઇન્ટને ૭.૧ ટકા સુધી નીચે લઇ જવામાં આવશે. સાથે સઇાથે સિનિયર સીટીજન બચત યોજનાનો વાર્ષિક વ્યાજદર ૧ ટટકા જેટલો ઓછો મળશે. આજ રીતે પોસ્ટ ઓફીસની મુદત આધારીત રોકાણ યોજનામાં પણ ૧૪૦ બેઝીક પોઇન્ટના ઘટાડા સાથે ૧ થી ૩ વર્ષની મુદતની થાપણોના વ્યાજમાં અગાઉ ૬.૯ ના વળતરના બદલે હવે વાર્ષિક ૫.૫ ટકા નું વળતર મળશે.

આ દરના હિસાબે પાંચ વરસની મુદતના ધિરાણ ૬.૭ ટકા ના દરે વળતર આપશે જે ત્રિમાસિક ચક્રવૃઘ્ધિ વ્યાજના આધારે તેના હિસાબ થશે.

રિવર્સ રેપોરેટના સમયગાળો એપ્રિલથી જુનના પ્રથમ ત્રિમાસિક મુજબ ગણતરી થશે જે બેંકના ફિકસ ડિપોઝીટથી વધુ વળતર આપશે. બેંકમાં પાંચ વરસની ગણતરી વધુ લાભદાયી નિવડશે. એસબીઆઇએ અત્યારે ફિકસ ડિપોઝીટ ઉપર પાંચ વરસનું મુદન પર ૫.૭ ટકા વ્યાજ આપે છે. અન્ય કેટલીક યોજનાઓ જેવી કે પી.એફ પર કર રાહતના અમલના કારણે વધુ વળતર આપનારી બની રહેશે જે લોકો ૩૦ ટકાના ગાળાથી પોસ્ટ આધારીત ટેક રાહતોમાં ૯ ટકા વળતર મેળવે છે. આ રાહત સાથેના રોકાણની મર્યાદા દોઢ લાખ સુધી કરવામાં આવી છે. બજેટ પહેલાના એક ઇન્ટરવ્યુમાં આર્થિક બાબતોના સલાહકાર ચક્રવર્તીએ ગયા મહિને જ વ્યાજ ઘટાડાનો નિર્દેશ આપીને માર્ચના અંતમાં તેનો અમલ થશે તેમ જણાવ્યું હતું.

સરકારે વ્યાજદરમાં કાપના આ નિર્ણયનો અગાઉ બજાર દરના વળતર આપવાની પોતાની યોજનાઓથી અલગ નિર્ણય લીધો હતો. અત્યારે આરબીઆઇની વ્યાજદર ઘટાડવાની નીતી મુજબ સરકારે આ નિર્ણય લીધો છે.

Loading...