Abtak Media Google News

જીએસટી સ્લેબ ઘટાડવા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનો સંકેત

નાણાપ્રધાન જેટલીએ રવિવારે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો કસ્ટમ અને નાર્કોટિકસ એકેડેમીનાં કાર્યક્રમમં બોલતા જેટલીએ કહ્યું હતુ કે જીએસટી લાગુ થયાને ૨ થી ૩ મહિના વીતી ગયા છે. જીએસટીમાં પહેલા દિવસથી જ ફેરફારની સંભાવનઓ રહેલી હતી.

સામાન્ય માણસો પરનાં ભારણમાં ઘટાડો કરવા માટે પગલા ભરવાની જ‚ર છે. નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ ઈનડાયરેકટ ટેકસીસ એન્ડ નાર્કોટિકસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બોલતા જેટલીએ કહ્યું હતુ કે એક વખત મહેસુલને લઈને તટસ્થતા આવી જાય એ પછી સુધારા કરવાની પૂરેપૂરી સંભાવનાઓ છે હાલમાં જીએસટીનાં ૧૨-૧૮ અને ૨૮% ના સ્લેબ છે. કેટલીક ચીજ વસ્તુ પર વધારાનો જીએસટી કોમ્પનસેશન સેષ પણ વસુલવામાં આવે છે.નાના ઉદ્યોગકારો પર જીએસટીનું ભારણ ઘટાડવા સરકારની વિચારણા છે. જીએસટી સ્લેબ ઘટાડવા જેટલીનો સંકેત છે. ગુજરાતમાં જીએસટીનું કલેકશન ૫% ઘટયું છે. રીફંડને લઈને નિકાસકારો મુશ્કેલીમાં છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે જીએસટી કાયદાની કલમ ૧૨ની જોગવાઈ અનુસાર માલના સપ્લાય વ્યવહારમાં જયારે બિલ આપવામાંવે કે ચૂકવણું પ્રાપ્ત થાય બે માંથી જે વહેલું હોય ત્યારે સપ્લાય થયેલ ગણાય. વેપારી મંડળોની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા વેરાના દરમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જયારે કોઈ ચીજવસ્તુના કે સેવાના વેરાના દરમાં ફેરફાર કરવામા આવેલ હોય તો ત્યારે સપ્લાય કયારે થયેલ ગણાય તે માટે જીએસટીની કાયદાની કલમ ૧૪માં અલાયદી જોગવાઈ કરવામાં આવી છે.

જીએસટીના અમલથી રાજયોની આવકમાં થતા નુકશાનને ભરપાઈ કરવા માટે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (કોમ્પનેસષન ટુ સ્ટેટસ) એકટ ૨૦૧૭ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ છે. આમ મોટર વ્હીકલ ઉપરાંત કેટલીક ચીજો પર શેષ લેવાની જોગવાઈ છે. કેટલાક મોટર વ્હીકલ પરની શેષમાં તાજેતરમાં વધારો કરવામાં આવેલ છે. કોમ્પનસેશન કાયદાની કલમ ૧૧માં જોગવાઈ કરવામાં આવી છેકે આકારણી, ઈનપુટ, ટેકસ ક્રેડિટ વગેરે સહિતની વેરો લાદવાની અને વસુલવાની સીજીએસટી કાયદાની કલમ ૧૪મા વેરાના દરના ફેરફારના સંદર્ભમાં સપ્લાય થયા અંગેની ઉપરોકત જોગવાઈઓ કોમ્પનશેષન એકટ હેઠળ લાગતા શેષને પણ લાગુ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.