જીએસટી ચોરી ઉપર સરકાર તૂટી પડી, ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ

જીએસટી ચોરીમાં દલાતરવાડી વાળી!!!

પાન મસાલા કરચોરી માં સામેલ અધિકારીઓએ રૂપિયા ૮૦૦ કરોડથી વધુની ચોરી કરાવી!!!

જીએસટી ચોરને પકડવા માટે તંત્ર વધુ તીવ્ર બન્યું છે. ૭૦૦૦ કરચોરો ઉપર તવાઈ ઉતારી છે જે પૈકીના ૧૮૫ કરચોરોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન પાન મસાલાની કરચોરીમાં જીએસટીના કર્મચારીઓ પણ સામેલ હોવાની વાત સામે આવતા ચકચાર મચી જવા પામી છે.આ કોભાંડ રૂપિયા ૮૩૧ કરોડનું છે.

વિગતો મુજબ ફેક ઇનવોઇસ રેકેટ પકડાયું હતું આ રેકેટમાં છેલ્લા દોઢ મહિનામાં ૧૮૭ લોકોની ધરપકડ થઈ છે જેમાંથી પાંચ શખ્સો સીએ છે. પકડાયેલા શખ્સો માં કેટલાક મેનેજિંગ ડાયરેક્ટર ૪૦થી ૫૦ દિવસોથી જેલની હવા ખાઇ રહ્યા છે. કરચોરો ઉપરની તવાઈ આવકવેરા વિભાગ કસ્ટમ અને જીએસટી ડિપાર્ટમેન્ટ સહિતની સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ઉતારવામાં આવી હતી.

કર ચોરોને પકડવા માટે તપાસ સંસ્થાઓ અત્યાધુનિક પદ્ધતિથી તપાસ કરે છે જેનાથી કરચોરોને છટકવું ખૂબ જ મુશ્કેલ છે અત્યાર સુધી રૂ. ૫૦૦ કરોડથી વધુના ટર્નઓવરમાં બીટુબી ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ ફરજિયાત હતું. હવે તે ઘટાડીને રૂ. ૧૦૦ કરોડ કરવામાં આવી છે. શેલ (બોગસ) કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના ઇન્વોઇસ ઇસ્યુ કરવામાં આવતા હતા અને ઈન્કમટેક્ષ ભરાતો ન હતો. જોકે, હવે નવી પદ્ધતિના કારણે આ છીંડું પણ પૂરાઇ ગયું છે.બીજી તરફ ખુદ જીએસટીના કર્મચારીઓ જ સામેલ હોય તેવી રૂપિયા ૮૩૧ કરોડની કરચોરી પણ સામે આવી છે ગુટખા પાન મસાલા તમાકુની પ્રોડક્ટના ઉત્પાદક દ્વારા આ કરચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. કોઈ પણ જાતની નોંધણી કરાવ્યા વગર અને કર ચૂકવ્યા વગર આ ઉત્પાદન અને સપ્લાય થતી હતી. જેના કારણે રૂ. ૮૩૧.૭૨ કરોડની કરચોરી થઈ હતી. જીએસટી સેન્ટ્રલ દિલ્હી વેસ્ટ કમિશનરેટ વિભાગ દ્વારા ઉત્પાદન એકમ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ૬૫ શ્રમિકો કામ કરી રહ્યા હતા આ એકમમાંથી દેશના વિવિધ ભાગમાં ગુટખાની ફ્લાઇટ થતી હતી. આ દરોડામાં ચૂનો, કાથો, તમાકુ સહિત નો મુદ્દામાલ કબજે કરાયો હતો જેની અંદાજિત કિંમત ૪.૧૪ કરોડ આંકવામાં આવી હતી.

Loading...