Abtak Media Google News

વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે.

વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે. સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓને એક્સક્લૂસિવ ડીલ ઓફર ન કરવા જણાવ્યું છે. આ કારણે વસ્તુઓની કિંમત પર અસર પડે છે. આ સિવાય કંપનીઓ પોતાનો હિસ્સો હોય તેવી અન્ય કંપનીઓની પ્રોડકટ વેચી શકશે નહિ.

ઓનલાઈન રિટેલમાં એફડીઆઈની સંશોધિત નીતી ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓ તમામ વેન્ડર્સને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક જેવી જ સર્વિસ ઉપલબ્ધ કરાવે

પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વેન્ડરને એક ઈ-કોમર્સ કંપનીના પ્લેટફોર્મ પર પોતાની ઉત્પાદન 25 ટકાથી વધુનો હિસ્સો વેચવાની પરવાનગી નથી. ઈ-કોમર્સ કંપનીઓ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર્સને તેની પ્રોડકટને માત્ર પોતાના જ પ્લેટફોર્મ પર વેચવાનું નહિ જણાવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.