Abtak Media Google News

જળમાર્ગથી વિકસાવવાના દ્વાર ખોલાયા, અંબાજી, સુરત હવે સાબરમતી રિવરફ્રન્ટના સી-પ્લેનથી જઈ શકાશે

સૌરાષ્ટ્રની સીમાને ફરતે વિશાળ મહાસાગરો જોડાયેલા છે ત્યારે ટેકનોકાર્ટ અને એડવાન્સ ટેકનોલોજી સાથે ગુજરાતના આધુનિકરણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સી-પ્લેનથી લેન્ડીંગ કરી હતી માટે સી-પ્લેનને પ્રોત્સાહન આપવા તેના ત્રણેય સ્વરૂપને સરકારે મંજુરી આપી છે. સી-પ્લેન માટેનો રૂટ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી અંબાજીના ધરોઈ ડેમ સુધીનો રાખવામાં આવશે.

૨૦૧૭ દરમ્યાન કેમ્પેઈંગ અંતર્ગત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેનની સફર કરી વિશ્ર્વભરનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે બીજો રૂટ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ અને સુરતની તાપી નદી સુધીનો કરવામાં આવશે. એએઆઈના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપત્રાએ જણાવ્યું કે, એરોડ્રોમ ઓપરેશન માટે ગુજરાતના યોગ્ય લોકેશનોની તપાસ થઈ રહી છે અને ખાનગી એરલાઈન્સ કંપનીઓ પણ ટુંક સમયમાં જ જોડાઈ જશે. ભારતમાં સી-પ્લેન પર્યટકોનું આકર્ષણ પણ બનશે.

રાજય સરકારે નવા સી-પ્લેન પ્રોજેકટ માટે બજેટમાં ટુરીઝમ પોલીસી પણ બનાવી છે ત્યારે આ પ્રોજેકટને ૩૧મી ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. સી-પ્લેન એડવેન્ચરના શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને રાજયમાં એર ટ્રાવેલને પણ પ્રોત્સાહન મળશે. જેમાં ભારત સરકાર પણ મદદ કરે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.