ન્યૂઝીલેન્ડમાં ગુજરાતીઑને તાત્કાલિક વીઝા મળે તે માટે સરકાર એક્શનમાં

203

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યુઝીલેન્ડમાં થયેલા ગોળીબારની ઘટનામાં ત્યાં વસવાટ કરતા ગુજરાતી પરિવારો તેમજ ન્યુઝીલેન્ડ પ્રવાસે ગયેલા ગુજરાતીઓની સલામતી અને ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામેલા લોકોના ગુજરાતમાં રહેતા પરિવારજનોને તાત્કાલિક વિઝા મેળવવા હોય તો ગુજરાત સરકારના દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનર આરતી કંવરને વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધી મદદ રૂપ થવા સૂચનાઓ આપી છે.

ગુજરાતના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ A.M.તિવારી ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીય હાઇ કમિશનર સાથે આ ઘટનામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોની સલામતી અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે સતત સંપર્કમાં કરી રહ્યાં છે. અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ પણ વિદેશ મંત્રાલય સાથે યોગ્ય વ્યવસ્થા થાય તે માટે સતત સંપર્કમાં છે.

Loading...