Abtak Media Google News

વિજેતા થયેલા ભૂલકાઓને મહાનુભાવોના હસ્તે વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમીતીના ઉપક્રમે સ્પર્ધાંનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં ૨૫૦ થી વધુ બાળકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. આ વિ.હિ.પ. પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમીતી તથા દુર્ગાવાહીનીનું સંયુકત આયોજન હતું. કાર્યક્રમના ક્ધવીનર રમાબેન હેમભા, પુષ્પાબેન રાઠોડ, રત્નાબેન સેજપાલ ના આયોજનમાં બાળકોએ શ્રીકૃષ્ણ અને ગોપીના રુપ અને વેશભુષા ધારણ કર્યા હતા.

આ પ્રસંગે એસીપી ઓડેદરા ભાજપ શહેર મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, કોર્પોરેટર મુકેશભાઇ રાદડીયા, કોમલબેન પુજારા, નરેન્દ્રભાઇ પુજારા, કોર્પોરેટર દલસુખભાઇ જાગાણી, દક્ષાબેન ભેસાણીયા સહીતના દ્વારા દિપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ સ્પર્ધકો દ્વારા પોતાની વેશભુષા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ સેન્ટ ગાર્ગી સ્કુલના અમીષા, બંસી  અને મુસ્કાન ગ્રુપ દ્વારા જોશસભર તલવાર રાસ રજુ કર્યો હતો. તુલસી સરવૈયા દ્વારા વો ક્રિષ્ના હૈ ના ગીત પર સુંદર નૃત્યુ રજુ કર્યુ હતું.

રંગપુરણી હરીફાઇમાં પ્રથમ ક્રમે તુલજા ધાબલીયા, માનસી સીતાપરા, ઘ્વની મોઢ, દ્વીતીય નિયતિ રાજપરા, ક્રિષ્ના સોલંકી, મિહીર ભટ્ટી, ખુશ્બુ રાજપરા, તૃતીય જેનીલ આડેસરા, નીરાલી રાઠોડ, ‚શીલ ઓઝા, સાનીયા આંઢ, તેમજ હરીફાઇમાં ગ્રુપ-એમાં કિશન માં પ્રથમ હર્ષભાઇ બદીયાણી, દ્રીતીય વિકાસ દાસાણી, તૃતીય હિતાંશ આઘ્યા જયારે ગોપી પ્રથમ આરોહી સોની, દ્વીતીય હારવી બુઘ્ધદેવ અને તૃતીય ધન્યતા મણીયાર, ગુ્રપ-બીમાં કિશનમાં પ્રથમ ક્રમ મંથન દેસાણી, દ્વીતીય માનસ ખેતાણી તૃતીય ક્રમે ‚દ્ર આસોદરીયા અને ગુ્રપ-સીમાં કિશનમાં પ્રથમ ક્રમે હેત રાણા, દ્રીતીય જીલ કોટક, તૃતીય પૃથ્વીરાજ પરમાર અને રાધામાં પ્રથમ ક્રમે રીયા આડેદરા, દ્વીતીય તુલસી દફતરી, તૃતીય ક્રમે તુલસી સરવૈયા તેમજ ગ્રુપ ડી. રાધા-ક્રિષ્ના જોડી વિજેતાઓમાં પ્રથમ ક્રમે ધ્રવી ખેતાણી, દ્વીતીય ક્રમે રીયા આડેદરા-હેત રાણા, તૃતીય ક્રમે વિશ્રુતિ મિશ્રી પલાણ રહ્યા હતા. વિજેતાઓને મહાનુભાવો ના હસ્તે ઇનામો શિલ્ડ પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.સુરેશભાઇ કણસાગરા દ્વારા વિજેતા બાળકો તથા તેના વાલીઓને ક્રિષ્ના પાર્કના ફી પાસ આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.