Abtak Media Google News

પાલખી યાત્રા આવતી કાલે સવારે ઋષભદેવ ઉપાશ્રય ખાતેથી નીકળશે…

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુ ભગવંત રાજેશમુનિ મ.સાના આજ્ઞાનુવર્તી પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.આજરોજ સોમવાર તા.2/7/18ના રોજ રાત્રે લગભગ 7:40 કલાકે સમાધિભાવે કાળધમૅ પામેલ છે.પૂ.મોટા પુષ્પાબાઈ મહાસતિજી 83 વષૅના માનવ જીવનમાં 58 વષૅનું સુદીઘૅ સંયમ જીવનનું પાલન કરી સંથારા સહિત કાળધમૅ પામેલ છે.પૂ.ભવ્ય મુનિ મ.સાહેબે તેઓની અંતિમ સમયની આરાધના સાથે અનશન વ્રતના પચ્ચખાણ કરાવેલ હતાં.અત્રે નોંધનીય છે કે પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.જામનગર ચાતુર્માસાર્થે વિહાર કરતાં પૂર્વે ઋષભદેવ સંઘમાં પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ને આલોચનાદિ વિધી કરાવેલ.

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.,પૂ.નમ્ર મુનિ મ.સા. તા.2/7/18 ના રોજ ઋષભદેવ ઉપાશ્રયે પધારી અનશન આરાધક પૂ.પુષ્પાબાઈ મ.સ.ને માંગલિક ફરમાવેલ.અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.અજીતાબાઈ મ.સ.આદિ સતિવૃંદ પણ પધારેલ. ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના અગ્રણીઓ પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી જૈન અગ્રણી ડોલરભાઈ કોઠારી, સેજલભાઈ કોઠારી, કનુભાઈ બાવીસી, દિનેશભાઈ મહેતા, મનોજ ડેલીવાળા, સુશીલભાઈ ગોડા, સંજયભાઈ શેઠ સહિત અનેક ભાવિકો ઋષભદેવ ઉપાશ્રયે દશૅનાર્થે પધારેલ.

પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.ભવ્ય મુનિ મ.સા.,પૂ.હષૅ મુનિ મ.સા.,પૂ.રત્નેશ મુનિ મ.સા.આજે સવારે ઋષભદેવ ઉપાશ્રયે પધારી ગયેલ.

ઋષભદેવ ઉપાશ્રય ખાતે બીરાજમાન પૂ.નાના પુષ્પાબાઈ મ.સ., પૂ.કુસુમબાઈ મ.સ., પૂ.ચંદનબાઈ મ.સ.,પૂ.અર્પિતાજી મ.સ.આદિ દરેક સતિવૃંદે પૂ.ગુરુણી મૈયા મોટા પુષ્પાબાઈની અગ્લાન ભાવે સેવા – વૈયાવચ્ચ કરેલ. તા.21/6/1961 ના રોજ જામનગર ચાંદી બજાર સંઘમાં જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરનાર પુષ્પાબાઈ મ.સ.એ સંસારી અવસ્થાનું અંતિમ વકતવ્ય આપતા કહેલ કે ” ખણમિતા સુખા, બહુ કાલ દુખ્ખા ” એટલે કે સંસારમાં ક્ષણ માત્રનું માત્ર માની લીધેલુ સુખ છે અને મોટા ભાગનો સમય દુ:ખમય હોય છે. તેઓની દીક્ષા ગોંડલ સંપ્રદાયના સ્વ.પૂ.હીરાબાઈ મ.સ.ની નિશ્રામાં થયેલ.તેઓને કરેમિ ભંતેનો પાઠ લીબંડી ગોપાલ સંપ્રદાયના પૂ.નિલમબાઈ મ.સ.એ ભણાવેલ તેમ પ્રવિણભાઈ મહેતાએ જણાવેલ છે.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.પુષ્પાબાઈ મ.સ.એ પૂ.રાજેશમુનિ મ.સા.ને ગુરુ તરીકે ધારણ કરેલા હતાં. પૂ.પુષ્પાબાઈ મ.સ.પૂ.રાજેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વીજીઓમાં સૌથી વડીલ હતાં. તેઓનો જન્મ રત્નકુક્ષિણી માતુશ્રી દયાબેન અને ધમૅ પરાયણ પિતા રવિચંદભાઈ મહેતા પરીવારના ખાનદાન ખોરડે નાના એવા ખિલોસ ગામમાં થયેલ. મહા સુદ પાંચમ,સં 2017 તા.21/1/1961 ના રોજ માત્ર 25 વષૅની ભર યુવાન વયે જામનગર મુકામે ચાંદિ બજાર સંઘમા તેઓએ  સંયમ ધમૅનો સ્વીકાર કરેલ.

લગભગ 83 વષૅના માનવ જીવનમાં 58 વષૅ સુધી ગુરુ આજ્ઞા અને જિનાજ્ઞામય તેઓએ સંયમ જીવન વ્યતિત કરી જિન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરેલ. ઋષભદેવ સંઘના અગ્રણી મનોજભાઈ શાહે કહ્યું કે હાલાર તથા સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં તેઓએ વિચરણ કરી જિન શાસનની આન- બાન અને શાન વધારેલ. વર્ષો સુધી રાજકોટ મોટા સંઘ સંચાલિત બોઘાણી શેરી ઉપાશ્રયમાં 28 વષૅના સ્થિરવાસ દરમ્યાન વિરાણી પૌષધશાળાને અપૂવૅ લાભ આપેલ. છેલ્લા થોડા વર્ષોથી તેઓ ઋષભદેવ સંઘમા આરોગ્યને કારણે સ્થિરવાસ હતાં. અંતિમ શ્ર્વાસોશ્ર્વાસ સુધી પરમાત્માની આજ્ઞાનું પરીપૂણૅ પાલન કર્યું.

પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ના કાળધમૅના સમાચારથી ગોંડલ સંપ્રદાય અને જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે તેમ દિપકભાઈ મોદીએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.