Abtak Media Google News

બહેનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા તેમજ ગૌઆધારિત ખેતી તથા સ્વચ્છતા વિશે જાગૃતિનો કાર્યક્રમ: ‘અબતક’ને માહિતી આપતા આગેવાનો

કિશાન ગૌશાળા, આજીડેમ પાસે તા.૧૧ને શુક્રવારે બોળચોથ નિમિતે ‘સામુહિક ગૌપૂજન’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બહેનોને ગૌ-આધારિત ખેતી તેમજ સ્વચ્છતા અભિયાન વિશે જાગૃત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ‘અબતક’ આંગણે આવી કિશાન ગૌશાળાના આગેવાનોએ વિશેષ માહિતી આપી હતી.આ કાર્યક્રમ ઉપરાંત બહેનો માટે ‘બોળચોથ’ નિમિતેના બાજરાનો રોટલો તથા મગનું શાકના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય બપોરે ૨ થી ૫ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં જોડાવવા અને લાભ લેવા માટે સૌ ગૌભકતોને તથા બહેનોને કિશાન ગૌશાળા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદ્રેશભાઈ પટેલ, કિશોરભાઈ વરસાણી, વિપુલભાઈ ડોબરીયા, ગૌરધનભાઈ ચૌધરી, દેવશીભાઈ બુસા, વિપુલભાઈ ડોબરીયા, હાર્દિકભાઈ તળપદા, સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.