Abtak Media Google News

ડિગ્રી કરતા કૌશલ્ય મોટુ

અડગ મનના માનવીને હિલચાલ પણ નળતો નથી અને જેનામાં આવડત હોય તેને કોઈ રોકી શકતુ નથી મુંબઈના ૨૧ વર્ષિય યુવાન અબદુલ્લાહ ખાને તે સાબીત કરી બતાવ્યું છે એલઆર તિવારી એન્જીનીયરીંગ કોલેજમાં બી.ઈ. કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર અબદુલ્લાહ આઈઆઈટીની પ્રવેશની પરીક્ષામાં નિષ્ફળ નિવડયો પરંતુ આઈઆઈપણ ન મેળવી શકે તેવી નોકરી તેણે હાંસીલ કરી છે. ખાનને ગુગલની લંડન ખાતેની ઓફીસમાં ૧.૨ કરોડના પેકેજની નોકરી મળી છે. જે નોન આઈઆઈટી એન્જીનીયરીંગ કોલેજનો વિદ્યાર્થી છે.

ખાને પોતાની પ્રોફાઈલ ગુગલની વેબસાઈટ ઉપર મૂકી હતી. જે ચેલેન્જ અને સ્પર્ધાત્મક પ્રોગ્રામો સાઈટ ઉપર મૂકે છે. કેટલાક ઓનલાઈન ઈન્ટરવ્યુ બાદ ખાનને ફાઈનલ સ્ક્રીનીંગ માટે ગુગલની લંડન ખાતેની ઓફીસે બોલાવવામાં આવ્યો મુંબઈના આ યુવાનને સીકસ ફીગર પેકેજની ઓફર મળી છે. જેને પ્રાથમિક ધોરણે રૂ.૫૪.૫ લાખ વર્ષની સેલેરી, ૧૫ ટકા બોનસ અને સ્ટોક ઓપ્શનના ૫૮.૯ લાખ ચાર વર્ષ માટે આપવાની ગુગલે ઓફર કરી છે. બી.ઈ. ફાઈનલ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરનાર ખાને કહ્યું કે તે સપ્ટેમ્બરથી ટીમ ગુગલમાં જોડાવવા જઈ રહ્યા છે.

ગત નવેમ્બરમાં તેને એક ઈ. મેઈલ આવ્યો હતો કે ગુગલે ખાનની પ્રોફાઈલ પ્રોગ્રામીંગ સાઈટ ઉપર સ્વીકારી છે.અબદુલ્લાહ ખાને કહ્યું હતુ કે તે આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેતો કારણ કે તેને મજા પડતી અને તેને કયારેય વિચાર્યું પણ નહતુ કે તેને આ પ્રકારની કોઈ ઓફર મળશે. વધુમાં તેણે કહ્યું કે મને તો ખ્યાલ પણ નહતો કે ગુગલની સાઈટો ઉપર આ પ્રકારનાં પ્રોગ્રામ ચેક પણ થાય છે કે નહી મેઈલ મળ્યા બાદ મે મારા મિત્રને બતાવ્યો હવે હું લંડન જવાની તૈયારી કરી રહ્યો છું અને શિખવાનો અનુભવ અદભૂત હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.