Abtak Media Google News

દેશમાં અચ્છે દિનના અણસાર આપતા ખાનગી હવામાન પુરવાનુમાન સંસ્થાના અહેવાલમાં ૨૦૧૯ના વર્ષનું ચોમાસુ દેશભરમાં સંતોષકારક અને પુરતુ વરસાદ આપના‚ બની રહેશે જેથી ખેત ઉત્પાદનમાં વધારો અને આર્થિક વૃધ્ધિનું ચિત્ર ફુલગુલાબી રહે તેવું માનવામાવી રહ્યું છે.

સ્કાયમેટના જતીનસિંઘે જણાવ્યું હતુ કે આ વર્ષે સામાન્ય વરસાદની સંભાવનાઓ ૫૦%થી વધુ છે. હા ઓછા વરસાદની સમસ્યા નહીવત હોવાનું દેખાય રહ્યું છે.દેશમાં સામાન્ય ચોમાસાના અણસારના પગલે ભારતની બેટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર ફૂલગુલાબી રહેશે. સ્કાયમેટે કરેલા હવામાન પુર્વાનુમાનમાં ભારતમાં સામાન્ય ચોમાસામાં ૯૬% વરસાદ અપેક્ષીત હોય છે. વરસમાં સરેરાશ ૮૯ સેન્ટીમીટર વરસાદની ગણતરીએ ૧૦૪% વરસાદ અપેક્ષશ સેવાઈ રહી છે. આ વર્ષે જૂનના પ્રથમ અઠવાડિયાથી જ વરસાદનો પ્રારંભ થશે.

ભારતના અર્થતંત્રનો દારોમદાર ૭૦% વરસાદ આધારીત ખેતી પર નિરભર માનવામાં આવે છે. દેશના વૃધ્ધિદરનું લક્ષ્યાંક સિધ્ધ કરવામાં પણ ચોમાસુ સિઝનની ઉપજ ઉપર આધાર રાખવામાં આવે છે. આ વખતે ચોમાસામાં ભારત પૂરતા પ્રમાણમાં વરસાદ મેળવે તેવી આગાહીના પગલે આ વર્ષે ૧૬આની પાકે તેવું દેખાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.