ગુજરાતી સિનેમાનાં ‘નરેશ’ની ફાની દુનિયાને અલવિદા

ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવાતા સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત થયેલા આ દિગ્ગજ કલાકાર અમદાવાદની યુ.એન.મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજુક હતી. તેઓ સતત વેન્ટિલેટર પર હતા. નરેશ કનોડિયાની વિદાય ગુજરાતી ફિલ્મ જગત માટે બહુ જ શોકમગ્ન છે. ૪૮ કલાકમાં જ ગુજરાતે બે દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. રવિવારના રોજ નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે.

તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી. નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો!

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. ૨૦૧૨માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલો હતો.

ચાર દાયકા, ૧૨૫ ફિલ્મો, ૭૨ અભિનેત્રીઓ, લાખો પ્રેક્ષકોના હદય પર નરેશનું શાસન

નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી. નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં હતા.

Loading...