Abtak Media Google News

ભારતમાં ૬૭ હજાર, ચીનમાં ૪૬ હજાર અને નાઇઝીરીયામાં ૨૬ હજાર બાળકોનો જન્મ થયો

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની વસ્તી વધારાની આ ઉપલબ્ધી કયારેક વિશ્ર્વનું ધ્યાન ખેંચનાર પણ બની શકે છે. વર્ષ ૨૦૨૦નાં પ્રથમ દિવસે એટલે કે ૧લી જાન્યુઆરીએ વિશ્ર્વમાં જન્મેલા બાળકોમાં સૌથી વધારે ૨૦૨૦માં બેબી ભારતમાં જન્મ લીધાનું બહાર આવ્યું છે. ભારતમાં ૬૭,૩૮૫ નવજાત બાળકોનું ૧લી જાન્યુઆરીએ સ્વાગત થયું હતું. નવા વર્ષે ૧લી જાન્યુઆરીએ વિશ્ર્વમાં જન્મનારા બાળકોમાં સૌથી વધુ ભારતમાં ૬૭,૩૮૫, બીજા નંબરે ચીન ૪૬,૨૯૯, નાઈઝીરીયામાં ૨૬,૦૩૯, પાકિસ્તાનમાં ૧૬,૭૮૭, ઈન્ડોનેશિયામાં ૧૩,૦૨૦ અને અમેરિકામાં ૧લી જાન્યુઆરીએ ૨૪ કલાકમાં ૧૦,૪૫૨ નવજાત બાળકોનું આગમન થયું હતું.

7537D2F3 1

યુનિસેફ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું હતું કે, નવા વર્ષે વિશ્ર્વભરમાં જન્મ લેનાર ૩,૯૨,૦૭૮ બાળકોની કુલ સંખ્યામાં ભારતનો ૧૭ ટકા હિસ્સો રહ્યો છે તે વિશ્ર્વમાં સૌથી વધારે છે. કેટલાક બાળકનો જન્મ રાજધાનીમાં થયો હતો. તબીબોના મત મુજબ કેટલાક પરિવારોએ પોતાને ત્યાં જન્મનાર નવજાત બાળક ૧-૧-૨૦૨૦નાં રોજ જન્મે તે માટે કુદરતી સુવાવડ થાય તે પહેલા સિઝેરીયનથી બાળકનો જન્મ કરાવી નવા વર્ષની ખુશીની સાથે પરિવારના નવા સભ્યના આગમનની ખુશી બેવડાવી હતી. અલબત વિશ્ર્વભરમાં લાખો બાળકો કુદરતી રીતે જન્મયા હતા. યુનિસેફના મત મુજબ વિશ્ર્વમાં ૨.૫ મિલીયન નવજાત બાળકો જન્મ બાદ પ્રથમ મહિનામાં જ અને તેમાં પણ ત્રીજા ભાગના બાળકો તો પ્રથમ દિવસે જ આંખ મીચીને પરલોક સિધાવી ગયા હતા. નવજાત બાળ મૃત્યુદરના કારણમાં અધુરા મહિને જન્મ, પ્રસુતિ દરમ્યાનની મુશ્કેલીઓ અને નવજાત બાળકોને ઈન્ફેકશન લાગવાથી જન્મતાની સાથે જ મૃત્યુ થતુ હોવાનું યુનિસેફે જણાવ્યું હતું. ગયા વર્ષે આવી રીતે નવજાત બાળકોના મૃત્યુઆંક ૨.૫ મિલિયને પહોંચ્યો હતો.

વિશ્ર્વમાં છેલ્લા ત્રણ દાયકામાં બાળ મૃત્યુદર ઘટાડવામાં ખુબ જ મોટી સફળતા મેળવી છે. બાળકનો પાંચમો જન્મદિવસ ઉજવાય તે પહેલા જ મૃત્યુ થવાના બનાવો અટકાવવામાં સફળતા મેળવી છે પરંતુ નવજાત બાળકોનાં મૃત્યુદર ઘટાડવાની પ્રક્રિયા ખુબ જ ધીરી ચાલે છે. ૨૦૧૮નાં વર્ષમાં ૫ વર્ષથી નીચેની વયના બાળકોના અકાળે થતા મૃત્યુમાં પ્રથમ મહિને જ ૪૭ બાળકો આંખ મીંચી ગયા હતા જે ૧૯૯૦નાં દાયકાના ૪૦ ટકાથી વધુ રહેવા પામ્યા છે. યુનિસેફ દ્વારા હેલ્થવર્કરની નિમણુકો માટે કરવામાં આવતા ખર્ચનું ભંડોળ વધારીને દરેક માતા અને બાળકના આરોગ્યની જાળવણી માટે યોગ્ય સારવાર, યોગ્ય દવા અને ખાસ કરીને જન્મ સુધીની જાળવણીમાં સવિશેષ ધ્યાન આપવામાં આવે છે. મોટાભાગની માતાઓ અને નવજાત બાળકોની સંભાળ તાલિમબઘ્ધ આયાઓ દ્વારા ન લેવાતા બાળમૃત્યુદરમાં વધારો થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.