Abtak Media Google News

વન પ્લસ સ્માર્ટફોન અદ્ભુત કેમેરા અને બેનમૂન ગેમિંગ કેપેસિટી માટે વખણાય છે. હવે, વન પ્લસ કંપની દ્વારા વનપ્લસ બેન્ડ આખરે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીના પ્રથમ વેરેબલ પ્રોડક્ટની લાક્ષણિકતાઓ અને કિંમતની માહિતી સોમવારે આપવામાં આવી છે. વનપ્લસનાં આ ફિટનેસ ટ્રેકર બેન્ડમાં લંબચોરસ ડિસ્પ્લે, મલ્ટીપલ સ્ટ્રેપ કલર અને વોચ ફેસ સપોર્ટ સાથે આવે છે. વનપ્લસ બેન્ડમાં 13 એક્સરસાઇઝ મોડ્સ અને રીઅલ-ટાઇમ હાર્ટ રેટ મોનિટરિંગ જેવા ફિચર્સ જોવા મળે છે.

વન પ્લસ બેન્ડની ભારતમાં કિંમત અને ઉલબ્ધતા :

વન પ્લસ બેન્ડને ભારતમાં ૨,૪૯૯ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે.આ બેન્ડ ૧૩ જાન્યુઆરીનાં રોજ ઓનલાઇન શોપિંગ એપ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદી શકશો તથા તમામ વન પ્લસ સ્ટોર પરથી મેળવી શકશો.વન પ્લસ બેન્ડ ખરીદનારને બ્લેક કલર સ્ટ્રેપ,વાયર ચાર્જિંગ ડોંગલ,યૂઝર ગાઈડ, રેડ ડબલ કલબ વેલકમ કાર્ડ અને વોરંટી કાર્ડ આપવામાં આવે છે.

સ્પેસિફિકેશન :

વનપ્લસ બેન્ડમાં 1.6 ઇંચનો ટચ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે, જેમાં 126 X 294 પિક્સેલ્સ રિઝોલ્યુશન છે. તેની બ્રાઇટનેસને વધારી અને ઘટાડી પણ શકાય છે. આ બેન્ડમાં ફિટનેસ ટ્રેકરમાં બ્લડ ઑક્સિજન સેન્સર (ઓપ્ટિકલ), 3-એકસિસ એક્સેલેરોમીટર અને ગાઇરોસ્કોપ, ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર છે. આ બેન્ડ રનિંગ, ઇન્ડોર રનિંગ, ફેટ બર્ન રનિંગ, આઉટડોર વોક, આઉટડોર સાયકલિંગ, ઇન્ડોર સાયકલિંગ, એલિપ્ટિકલ ટ્રેનર, રોઇંગ મશીન, ક્રિકેટ, બેડમિંટન, પૂલ સ્વિમિંગ, યોગ અને ફ્રી ટ્રેનિંગ જેવી એક્સરસાઇઝ ને સપોર્ટ કરે છે.તેમાં 5ATM અને IP68 રેટિંગ સાથે આવે છે જેના લીધે આ બેન્ડ ધૂળ, પાણી અને પરસેવાથી ખરાબ થતું નથી. આ બેન્ડની ખાસ વાત એ છે કે વનપ્લસનું આ બેન્ડ હિન્દી ભાષાને પણ સપોર્ટ કરે છે.

વનપ્લસ બેન્ડને વનપ્લસ હેલ્થ કમ્પેનિયન એપ્લિકેશનથી પણ કનેક્ટ કરી શકાય છે. આ એપ્લિકેશન, એન્ડ્રોઈડ 6.0 અને તેથી વધુનાં ફોન્સ માટે ઉપલબ્ધ છે. જો કે, આ એપ્લિકેશન ટૂંક સમયમાં આઇઓએસ ડિવાઇસેસ માટે પણ ઉપલબ્ધ થશે. વનપ્લસ બેન્ડમાં આપવામાં આવેલી 100 એમએએચ બેટરી અંગે દાવો કરવામાં આવે છે કે તે એક જ ચાર્જમાં 14 દિવસ ચાલશે. તેને વાયરવાળા વનપ્લસ બેન્ડ ચાર્જિંગ ડોંગલ અને યુએસબી ટાઇપ-એ પોર્ટ દ્વારા કનેક્ટ કરી શકીએ છીએ.

તેમાં ફિટનેસ બેડમાં મેસેજ નોટિફિકેશન, ઇનકમિંગ કોલ નોટિફિકેશન (કોલ રિજેક્શન્સ), મ્યુઝિક પ્લેબેક કંટ્રોલ, સ્ટોપવોચ, ટાઈમર, એલાર્મ, કેમેરા-શટર કંટ્રોલ, ફાઇન્ડ માય ફોન, જેન મોડ સિંક્રોનાઇઝેશન (વનપ્લસ ફોન મોડલ્સ સાથે), હવામાન આગાહી, ઓટીએ અપગ્રેડ અને ચાર્જ પ્રોગ્રેસ બતાવે છે. કનેક્ટીવીટી માટે તેમાં બ્લૂટૂથ 5.0/બ્લૂટૂથ LE આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.