Abtak Media Google News

સ્કોર્પિયોમાં ઘસી આવેલા છ શખ્સોએ આંખમાં મરચુ છાંટી થાન લઈ જઈ ધોકા-પાઈપી માર માર્યો

રૂરલ એલસીબીની ટીમે ત્વરીત એકશન લઈ અપહૃતને મુક્ત કરાવ્યો: બેની ધરપકડ, ચાર શોધખોળ

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં યુવાનનું રાજકોટના ચુનારાવાડની પરિણીતા સોના આડા સંબંધના કારણે પતિ સહિતના શખ્સોએ ગોંડલના દેવપરા વિસ્તારમાંથી છ શખ્સોએ સ્કોર્પિયોમાં અપહરણ કરી થાન નજીક જરીયા મહાદેવ મંદિર પાસે લઈ જઈ પાઈપ અને ધોકાી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અપહરણની ઘટનાની જાણ પોલીસને તાં એલસીબી સ્ટાફ મોબાઈલ લોકેશન મેળવી ફિલ્મીઢબે અપહરણકારોનો પીછો કરી બે શખ્સોની ઘાતક હથિયારો સો ધરપકડ કરી અપહૃતને મુક્ત કરાવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા હરેશ  રમેશ ખસીયા નામના યુવાનને તેના પડોશમાં રહેતા પરેશ ઉર્ફે ગુગા ઉર્ફે પરષોત્તમ ઉર્ફે ભૂરો જાદવ કુમારખાણીયાની પત્ની વર્ષા સો આડા સંબંધ હોવાી બન્ને વચ્ચે એકાદ વર્ષ પહેલા ઝઘડો યો હોવાી હરેશ ખસીયા ગોંડલ ખાતે રહેતા પોતાના માસીના પુત્ર બળવંત વિઠ્ઠલ રાઠોડને ત્યાં રહેવા જતો રહ્યો હતો. તાજેતરમાં જ હરેશ ખસીયા દારૂના કેસમાં પકડાતા ગોંડલ પોલીસે તેનું એક્ટિવા કબ્જે કર્યું હતું.

ગઈકાલે હરેશ ખસીયા અને જયેશ રાઠોડ પોતાનું એક્ટિવા છોડાવવા માટે પોલીસ મકે ગયા હતા તેની પરેશ ઉર્ફે ગુગાને જાણ ઈ જતા તેના અપહરણનો પ્લાન બનાવી જીજે૧૦બીજી-૯૨૨૧ નંબરના સ્કોર્પિયોમાં રાજકોટના અનિલ ઈશ્વર પનારા, કનકનગરનો સંજય ઉર્ફે ડોડો જાદવ કુમારખાણીયા, રાજા-રામ સોસાયટીમાં સાગર રાઠોડ, હાઉસીંગ બોર્ડ કવાર્ટરનો ગાંડો બાવાજી અને થાનના જીગો ઉર્ફે મેહુલ નામના શખ્સો ગોંડલ જઈને હરેશ અને જયેશને ગોંડલના દેવપરા મેઈન રોડ પર આંતરી એક્ટિવાના વ્હીલમાંથી હવા કાઢી નાખી જયેશ રાઠોડ ડરીને ભાગી જતા હરેશ ખસીયાને બળજબરીથી સ્પોર્પિયોમાં બેસાડી ભાગી ગયા અંગેની ગોંડલ ભગવતપરાના બળવંત વિઠ્ઠલ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ધોળા દિવસે સરા-જાહેર ગોંડલમાં અપહરણની ઘટનાી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ તાત્કાલીક અપહૃતને શોધી કાઢવા કરેલા આદેશના પગલે હાઈ-વે પર નાકાબંધી કરવામાં આવી હતી અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા અપહરણકારો ચોટીલાી થાન તરફ ગયા બાદ જરીયા મહાદેવ મંદિર પાછળ હોવાનું બહાર આવતા રાજકોટ અને સુરેન્દ્રનગર પોલીસ સ્ટાફ જરીયા મહાદેવ મંદિર પાછળના વિસ્તારમાં અપહરણકારોનું પગેરૂ દબાવ્યું હતું.

પોલીસને જોઈને પરેશ ઉર્ફે ગુગા સહિતના છ શખ્સો અપહૃત હરેશને મુકીને સ્કોર્પિયોમાં ભાગતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી સ્કોર્પિયોને ઝડપી લીધી હતી તે દરમિયાન સંજય ઉર્ફે ડોડો, સાગર રાઠોડ, ગાંડો બાવાજી અને જીગો ઉર્ફે મેહુલ નામના શખ્સો ભાગી ગયા હતા. એલસીબી પીઆઈ એમ.એન.રાણા, પીએસઆઈ એચ.એ.જાડેજા, હેડ કોન્સ. અનિલભાઈ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, પ્રભાતભાઈ બાલાસરા સહિતના સ્ટાફે પરેશ ઉર્ફે પરષોત્તમ કુમારખાણીયા અને અનિલ ઈશ્વર પનારાની ધરપકડ કરી તેની પાસેથી સ્કોર્પિયો, બે છરી, બે કુહાડા, એક નાનુ ધારીયુ અને લાકડી કબ્જે કર્યા છે. પોલીસે ભાગી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.