Abtak Media Google News

એચ.એચ. રોડવેઝવાળા હાજી અસરફભાઇ સપ્પાના પુત્ર આફતાબ પર શુભેચ્છા વર્ષા

સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરો હવે દેશદુનિયામાં નામ રોશન કરી રહ્યા છે. ગોંડલનો યુવાન નૈરોબીમાં અન્ડર૧૯ ઇન્ટશનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કપ્તાની કરશે. મહત્વનું છે કે રર જાન્યુ.થી તા.૮ ફેબ્રુઆરી દરમિયાન નૈરોબીમાં અન્ડર૧૯ યુ.એસ. આફ્રિકા ૨૦૧૯ ટુર્નામેન્ટ યોજાનાર છે. ત્યાં ૧ ટેસ્ટ, પ વનડે અને રટી ર૦ મેચ રમનાર છે. જેના ધવલ ઇન્ટરનેશનલ સ્પોટર્સ પૂજારા સ્કુલ ઓફ ક્રિકેટ ટીમની પસંદગી થવા પામી છે. આ ટીમનું કેપ્ટન પદ આફતાબ અશરફભાઇ સપ્પા દ્વારા કરવામાં આવનાર છે. કેપ્ટન આફતાબ ગોંડલના એચ.એચ. રોડવેઝ વાળા હાજી અસરફભાઇના પુત્ર છે. અને તેઓ આ ટુર્નામેન્ટમાં કેપ્ટનની સાથે લેફટ આમ સ્પિનરની જવાબદારી પણ નિભાવશે મહત્વનું છે કે આફતાબ ઓલ રાઉન્ડ પર્ફોમન્ટ કરતા હોઇ અનેકો ઇનામ જીતી ચુકયા છે. તેઓની આ ટુર્નામેન્ટ માટે સગા સ્નેહીઓ અને મિત્રો એ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.