Abtak Media Google News

ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરતાંની સાથેજ ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે ગોંડલ ભાજપ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ૪૪  બેઠક  માટે ૨૪૭ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ દ્વારા માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ કિશોરભાઈ શાહ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ઇન્દ્રજીતસિંહ ચુડાસમા તેમજ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી જિજ્ઞાબેન પટેલ દ્વારા ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો ની સેન્સ લેવામાં આવી હતી આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નાં માગઁદશઁન હેઠળ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રા, શહેર ભાજપ મહા મંત્રી પિન્ટુભાઇ ચુડાસમા તથા પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી, શહેરના ૧૧ વોર્ડ ની ૪૪ સીટ માટે ૨૪૭ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, સૌથી વધુ વોર્ડ નંબર ૩ અને ૯ માં ૩૦-૩૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ સેન્સ પ્રક્રિયા માં કેટલાક ઉમેદવારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આવતા મેળા જેવો માહોલ સર્જાયો હતો.

વોર્ડ નંબર ૧ સહજાનંદ ખોડિયાર નગર માં ૨૪, વોર્ડ ૨ સ્ટેશન પ્લોટ યોગીનાગર માં ૨૪, વોર્ડ ૩ સુખનાથનગર એસઆરપી ૩૦, વોર્ડ ૪ ભગવતપરા મોવિયા રોડ ૧૭, વોર્ડ ૫ નાની મોટી બજાર ૨૦, વોર્ડ ૬ દેવપરા કૈલાશ બાગ મહાદેવ વાડી ૨૦, વોર્ડ ૭ ચોકસી નગર સ્ટેશન પ્લોટ ભવનાથ ૧૭, વોર્ડ ૮ ગુંદાળા રોડ જેતપુર રોડ ૨૩, વોર્ડ ૯ ગાયત્રી નગર બસસ્ટેન્ડ હાઉસિંગ ૩૦, વોર્ડ ૧૦ ભોજરાજપરા ૨૧ તેમજ વોર્ડ ૧૧ વોરકોટડા રોડ ગીતા નગર માં ૨૧ ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી.

ગોંડલ નગરપાલિકા માં બે વખત ઉપ પ્રમુખ અને એક વખત પ્રમુખ રહેનાર અશોકભાઈ પીપળીયા એ ચૂંટણી લડવા દાવેદારી ન કરી  હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.