ગોંડલ આવતીકાલથી એક અઠવાડિયા માટે સ્વયંભુ બંધ

વધતા જતા કોરોનાના કેસને લઈને સામાજીક સંસ્થાઓ, વેપારીઓ તથા આગેવાનોએ કર્યો સ્વૈચ્છિક નિર્ણય

ગોંડલમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ઘણા લોકો આ મહામારી સામે જાગૃતી પણ દાખવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલને કાલથી એક અઠવાડિયા માટે સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સામાજીક સંસ્થાઓ, વેપારીઓ તથા આગેવાનોએ સ્વૈચ્છિક રીતે લીધો હોવાનું જાણવા મળ્યું છે.

ગોંડલ કોરોના હોટસ્પોટ બન્યું છે અને પોઝીટીવ કેસ એક હજાર ને પાર કરી ચુક્યો હોય મૃત્યુદર પણ ચોંકાવનારો હોય શહેર નાં વેપારી આગેવાનો, મહામંડળ, વિવિધ સામાજિક સંસઓ, નગરપાલિકાનાં પદાધિકારીઓ તાથા પ્રબુધ્ધજનો ની ટાઉનહોલમાં મળેલ મિટીંગમાં કોરોના સંક્રમણ ને ખાળવાં તા.૧૫ મંગળવાર  થી આઠ દિવસ સુધી સાંજનાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. વેપાર ધંધા સવારે આઠ થી સાંજનાં ચાર સુધી ખુલ્લાં રહેશે. સાંજ નાં ચાર વાગ્યા પછી સ્વૈચ્છિક  ધંધા રોજગાર બંધ રાખવાં નિર્ણય લેવાયો છે. લોકડાઉનમાં માર્કેટ યાર્ડ તથા નગરપાલિકા કચેરી પણ સંપુર્ણ બંધ રહેશે તેવું યાદી માં જણાવાયું છે.

Loading...