Abtak Media Google News

દેશ-વિદેશથી આવેલા હજારો હરિભક્તોએ મહોત્સવનો લાભ લીધો:  પાંચ આરતી દ્વારા ગુણાતીતાનંદ સ્વામીના જન્મદિને સંતો ભક્તોએ અર્ધ્ય અર્પણ  કર્યું

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામગોંડલ અક્ષર મંદિર ખાતે પૂ.મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩૫મો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભાવભેર ઉજવાઈ ગયો. આ મહોત્સવનો લાભ લેવા દેશ અને પરદેશથી હજારો હરિભક્તો નો પ્રવાહ ગોંડલ ભણી આવ્યો હતો. સવારે મહંત સ્વામીની પ્રાત: પૂજા બાદ યોજાયેલી કળશ યાત્રામા દેશ-વિદેશથી પધારેલા સંતો અને હરિભકતો જોડાયા હતા. અક્ષર ઘાટ પર પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જનને આ વર્ષે ચાર વર્ષ પુરા થતા હોય અક્ષર ઘાટ પર વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા નુ આયોજન કરવામાં આવ્યું હતું.

શરદપૂનમની મુખ્ય સભા સાંજે ૬:૦૦ થી ૯:૦૦ દરમિયાન યોજવામાં આવી હતી. આ વર્ષે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત “વચનામૃત મધ્યવર્તી વિચાર સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

1. Padyatris At Early Morning

મૂળ અક્ષરમૃતી ગુણાતીતાનંદ સ્વામીએ કહેલ વચનામૃત નો મહિમા ચોટદાર સંવાદ, અને નૃત્ય દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. સંસ્થાના વરિષ્ઠ સંતોએ પણ વચનામૃતનો મહિમા તેમજ વચનામૃતમાં શ્રીજી મહારાજે કરાવેલી ગુણાતીતાનંદ સ્વામીની અક્ષરબ્રહ્મ તરીકેની ઓળખાણ વિષયક પ્રેરક વક્તવ્યો દ્વારા બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાં માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમના અંત ભાગમાં પૂ. મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત સૌ કોઈને આશીર્વાદથી લાભાન્વિત કર્યા હતાં. આ અવસરે કુલ પાંચ આરતીનાઅર્ઘ્ય દ્વારા સંતો – ભક્તોએ વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી. આરતી દરમ્યાન રંગબેરંગી આતિશબાજી દ્વારા ગગન રંગાઈ ગયું હતું. આશરે ૧૫૦૦૦થી વધુ ભાવિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. અને સહુ દૂધ પૌવાનો પ્રસાદ લીધો હતો.

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે દ્વારા વચનામૃત પદયાત્રા

4. Padyatris

શરદપૂર્ણિમાના શુભ અવસરે અક્ષરદેરી તીર્થધામ અને પ્રગટ ગુણાતીત મહંતસ્વામી મહારાજના દર્શન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી વચનામૃત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ૪ વાગ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ૧૩૦૦ જેટલા હરિભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી મંદિર પરિક્રમા કરી આરતી, પૂજન-મંત્રોચ્ચાર સાથે પદયાત્રાનો આરંભ કર્યો હતો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરથી શરુ થયેલ આ પદયાત્રા કોટેચા ચોક, કે.કે.વી. હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોડલ ચોકડી થઈ ૪૦ કિમીનું અંતર કાપીમહાતીર્થધામ અક્ષર મંદિર ગોંડલ ખાતે વિરામ પામી હતી. આ વચનામૃત પદયાત્રામાં ૮ વર્ષની ઉંમરના નાના બાળકથી લઈ ૭૦ વર્ષના વૃધ્ધ સહિત કુલ ૧૩૦૦થી અધિક હરિભક્તો જોડાણા હતા.પદયાત્રામાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજ બિરાજીત ઠાકોરજી રથ અને ૨ ભજન રથસતત પદયાત્રીઓને બળ પૂરું પાડતા હતા. પદયાત્રામાં જોડાનાર સૌ પદયાત્રીઓ માટે પુરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ૩ મેડીકલ મોબાઈલ વાનની ટીમ સતત યાત્રાળુઓને મેડીકલને લગતી સુવિધાઓ પૂરી પાડતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.