Abtak Media Google News

દારના કટીંગ વેળાએ ૮૭૭૩ દારુની બોટલ ૨૬૮૮ બીયર ના ટીન અને વાહનો મળી રૂ.૩૩ લાખનો મુદામાલ કબ્જે: ત્રણની શોધખોળ

બોટાદ-પાળીયાદ માર્ગપર આવેલા અણીયાળી ગામ તરફ વિદેશી દારુના કટીંગ વેળાએ પોલીસે દરોડો પાડતા નાશ ભાગ મચી ગઇ હતી અને ગોંડલને બુટલેગર મંગલગીરી હરીગીરી ગોસ્વામી નામનો શખ્સ હાથમાં આવી ગયો હતો. જયારે પોલીસે સ્થળ પરથીરૂ.ર૧ લાખની કિંમતનો દારુ-બીયરનો જથ્થો અને ત્રણ વાહનો મળી રૂ. ૩૩ લાખનો મુદામાલ કબજે કરી નાશીછુટેલા બુટલેગર સહીત ત્રણ શખ્સોની શોધખોળ આદરી છે.

તમામ આરોપીનો વિદેશી દારુ બહારથી મોટા જથ્થામાં લાવી તેને નાના વાહનોમાં હેર ફેર કરતા હોય તે દરમિયાન પોલીસે મંગલગીરી હરીગીરી ગોસ્વામીને ૫૨૩૦ નંગ બોટલ રૂ. ૫,૨૩,૨૦૦ તેમજ અલગ અલગ બ્રાન્ડની ૩૫૪૩ બોટલો રૂ. ૧૪,૨૫,૨૦૦ અને બીયર ટીન નંગ ૨૬૮૮ રૂ. ૧,૪૫, ૧૫૨ તથા આયશર કિં. રૂ. ૪,૦૦,૦૦૦ તુફાન રૂ. ૩,૦૦,૦૦૦ અને વર્ના કિ. રૂ. ૪,૦૦,૦૦૦ તેમજ અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ પ કિ. રૂ. ૧૧,૫૦૦ મળી

કુલ ૩૩,૦૫,૦૫૨ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. જયારે આરોપી કુલદીપ ઉર્ફે શીવરાજભાઇ ખાચર તથા ઇનોવામાં બેસીને નાસી જનાર તેમજ તુફાન અને વર્ના ગાડીના ચાલકો ફરાર થઇ ગયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.