Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ગોલ્ફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જય પંડયાની ઉ૫સ્થિતિમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ૩૬ પ્લેયર્સ લીધો હતો ભાગ

રાજકોટના જય પંડયા છેલ્લા અગીયાર વર્ષથી ગોલ્ફ રહે છે. અને આંતરરાષ્ટ્રીય ગોલ્ફમાં ગર્વભેર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની વિશેષ ઉ૫સ્થિતિ સાથે પાંચમી સીમ્પોલા જી. એમ. સી. જી. ગોલ્ફ ટુર્નામેન્ટ રાજકોટની ભાગોળે કુદરતી વાતાવરણમાં નિમાર્ણ પામેલ ઇશ્વરીયા પાર્ક ખાતે યોજાયેલી હતી અને તેમાં આર્મીનેવી અને એરફોર્સના અધિકારીઓ ઉ૫રાંત રાજકોટ, જામનગર, અમદાવાદ સહીત ના શહેરોમાં ૩૬ લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટની મજાની વાતએ છે કે નવે કમાન્ડર એમ.કે. શર્માને રનર્સ અપ બનાવી ૭ર સ્ટ્રોક સાથે સીએ બ્રિજેશ સંપટ વિજેતા બન્યા હતા. કેતન પટેલ અને વિવેક નથવાણી સ્ટ્રેટ ડ્રાઇવ અને જય પંડયા અને રામદેવસિંહ જાડેજા ફલોઝડ ટુ પીન, એર ફોર્સના ગ્રુપ કેપ્ટન પ્રવીણ ગોયેલ બેસ્ટ ડ્રેસ ગોલ્ફર બન્યા હતા.

ગોલ્ફ ટુર્નામેન્ટનો ટી ઓફ રાજકોટ શહેર પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલના હસ્તે થયો હતો. સાથો સાથ તેઓ ટુર્નામેન્ટ રમ્યા પણ હતા. ઇન્કમટેકસ કમીશ્નર ગોપીનાથ ગોલ્ફ રમ્યા હતા. તેવી જ રીતે ફકત ૯ વર્ષથી ઉમરથી જ રાજકોટમાં ગોલ્ફ રમતાં જય પંડયા હોમ ગ્રાઉન્ડને યાદ કરી ભાવવિભોર બન્યા હતા. જય પંડયા માર્ચ માસમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં ટુર્નામેન્ટ રમવા જશે.

વિશેષમાં સંસ્થાની યાદી જણાવે છે કે ગોલ્ફની રમતને ઓલમ્પીકમાં માન્યતા મળી છે. ઓલમ્પીક માન્ય ગોલ્ફ કોપોરેટ સીએસઆર તરીકે પણ માન્યતા ધરાવે છે.

આ ટુર્નામેન્ટમાં સીમ્પોલો સીરામીક ટાઇટલ સ્પોન્સર, પાવર્ડ બાય કલર પ્લસ અને રોલેકસ રીગ્સ, સહયોગીઓમાં રાજકોટ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અને સુરક્ષા સેતુ સોસાયટી અને મીડીયા પાર્ટનર ૯૨.૭ બીગ એકએમ જોડાયેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.