Abtak Media Google News

નબળા પડેલા પંચાયતી રાજ પ્રથાને ફરીથી સક્ષમ બનાવીને

ખરા અર્થમાં વનરાવન બનાવવા કેન્દ્ર સરકારની ક્વાયત

કૃષ્ણ ભકિતમાં ગવાતું એક પ્રચલીત ભકિતગીત છે મારૂ  વનરાવન છે રૂડુ કે વૈકુંઠ જાવુ નથી? જેમાં ભકત પોતાના વૃંદાવન એટલે કે ગામને વૈકુંઠ કે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ ગણાવે છે. આઝાદી સમયે પંચાયતી રાજની વિચારધારા અમલી બનાવવામાં આવી હતી જેથી જ, ગ્રામ પંચાયતને રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનથી પણ વધારે સત્તા આપવામાં આવી હતી. પરંતુ સમયાંતરે પંચાયતી રાજ વિચારધારા પ્રત્યે દુર્લક્ષ સેવાતા ગામડાઓ ભાંગવા લાગ્યા હતા. કોરોના બાદની હાલતની સ્થિતિમાં સરકારે ખેતીનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અર્થતંત્રને ફરીથી ધબકતું કરવું જરૂ રી બન્યું છે. જેથી ગામડાઓમાં આર્થિક સામાજીક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.

જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે ગામ્ય વિસ્તારનો સર્વાંગી વિકાસ માટે એક માસ્ટરપ્લાન તૈયાર કરવા નિષ્ણાંતોની એક પેનલ બનાવી છે. આ પેનલ મુખ્ય ઉત્પાદન માટેના વિકાસ કેન્દ્રો, ડીજીટલ તાલીમ કેન્દ્રો અને શિક્ષકો તથા આરોગ્ય વ્યવસાયીકો માટે રહેવાની સુવિધાવાળી એક રાઉન્ડશીપ બનાવવાની સહિત યોજનાઓ બનાવવા માટે આયોજન ઘડી કાઢશે આ પેનલમાં આઈઆઈટી ખડકપૂર, રૂરકી, ભોપાલની સ્કુલ ઓફ આર્કિટેકચર એન પ્લાનીંગ સીઈપીટી યુનિવર્સિટી અમદાવાદ અને જે.જે. સ્કુલ ઓફ આર્ટસના નિષ્ણાંતોનો સમાવેશ કર્યો છે. આ પેનલ ગ્રામ્ય વિકાસને વૃધ્ધિ આપવા ૧૩ રાજયોનાં ૩૨ ગ્રામોની યાદી બનાવીને તેની દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્ત ઓકટોબરમાં સરકારને રજૂ કરાશે.

આ પેનલના સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશભરનાં ૨,૫૦,૦૦૦થી વધુ ગ્રામ્ય પંચાયતોને આ યોજના હેઠળ સર્વાંગી વિકાસ કરવાની સરકારની યોજના છે. જેનો પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલા ૬૦ હજાર જેટલા ગામોથી થશે આ યોજના અનુસાર વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના વિચાર અનુરૂ પ બનાવવામાં આવનારા છે. જેમાં દરેક ગામમાં વણકર કારીગરો અને ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે અકે પ્રકારનું વૃધ્ધિ કેન્દ્ર બનાવવાની તથા શિક્ષકો અને મેડીકલ વ્યવસાવિકો માટે રહેવાની સુવિધાઓ માટે એક ટાઉનશીપ પણ બનાવવામાં આવશે. આ ટાઉનશીપ દૂરથી આવતા વ્યવસાયીકો માટે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે વર્ષોથી નેશનલ અને સ્ટેટ હાઈવે પરનાં ગામોમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેમના અર્થતંત્ર કેવું છે અને જીવન ધોરણ કેવી રીતે સુધારી શકાય તેનો અભ્યાસ કરવામાં આવશે બાદમાં આ યોજનાનો અમલ દેશભરમાં કરાશે.

આ પેનલના એક સભ્યએ જણાવ્યું હતુ કે આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં વણકર અને કારીગરો ખૂબ નાની જગ્યાઓમાં રોજેરોજના વેતન પર કામ કરે છે. જેને બદલવાનો અમારો પ્રયાસ છે. ગ્રામ્ય વિસ્તારોને બગીચાની જરૂ ર છે. પરંતુ તેને ડિઝાઈન કરવાની જગ્યા નાની મોટાભાગના સ્થળોમાં કચરાના ઢગલા જોવા મળે છે. આ માસ્ટર પ્લાનમાં દરેક ગ્રામોની જરૂ રીયાતો કેવી રીતે વિકસીત થઈ શકે છે તે નકકી કરવામાં અમે મદદરૂ પ થશું કોરોનાની હાલની સ્થિતિમાં ગ્રામ પંચાયતો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને પણ ધ્યાનમાં લેવી જરૂ રી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્થનાંતર કરનારાઓ માટે ગામોમાં લગભગ ૩૮ હજાર કવોરેન્ટાઈન સેન્ટરો બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના રોજગાર વિભાગ હેઠળ લાભોના વિતરણ

  • માટે ૧૫૦૦૦થી વધુ ગ્રામ પંચાયત ભવન બનાવવામાં આવી રહ્યા છે.

સુચિત યોજનાના ભાગરૂપે પંચાયતીરાજ મંત્રાલય, કુશવતા વિકાસ અને ઉધમ મંત્રાલયના સહયોગથી દરકે ગામનાં ૧૦ થી ૨૦ લોકોને સેવા પ્રદાતા તરીકે નિમણુંક કરવા તાલીમ અપાશે જેઓ ગામમાં પાણી પૂરવઠો અને ખૂલ્લામાં શૌચ મૂકત ગામોને જાળવવા માટે અને દરેક ક્ષેત્રમાં સુધારા વધારા કરી શકાય તેવી નકકર અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન ટેકલીકોમ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં મદદ કરશે. ગામ વિસ્તારોમાં પીવાના પાણીનું સમયસર વિતરણ વીજળી કાપ જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.