Abtak Media Google News

ભારત પાંચ વર્ષમાં ઇલેકટ્રોનિકસ ક્ષેત્રમાં ૩૦ ટકાનું ઉત્પાદન વધારશે જેથી ૧૧.૫ લાખ કરોડનો વધારે વેપાર થશે

સરકાર દ્વારા કોરીનાની મહામારી બાદ ઉઘોગ ક્ષેત્રોને ફરી બેઠા કરવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ખાસ તો ઓટો મોબાઇલ અને ઇલેકટ્રોનીક ક્ષેત્રને બુસ્ટ આપવા અનેક યોજનાઓ આપવામાઁ આવતી હોય છે. ત્યારે સરકાર દ્વારા ઇલેકટ્રોનીક સેકટરમાં આવનારા પાંચ વર્ષમાં ૩૦ ટકા ઉત્૫ાદન વધશે તેવી આશા સહેવામાં આવી રહી છે.

સરકાર આશા રાખી રહી છે કે આવનારા પાંચ વર્ષમાં ઇલેકટ્રોનીક સેકટરોમાં વાર્ષિક ૩૦ ટકા નો ઉત્પાદનમાં વધારો થશે. જેનાથી ૧૧.૫ લાખ કરોડ રૂપિયનો વેપલો થશે. જેવી કે ઇલેકટ્રોનીક અને આઇટી ના સેક્રેટરી અજય પ્રકાશ એ જણાવ્યું હતું સાથે સાથે તેમણે વધુમાં ઉમેરયું હતું કે ઉત્પાદનમાં ૩૦ ટકાના વધારાથી ભારતની નિકાસમાં ૪૦ થી પ૦ ટકા જેટલો વધારો થશે. ઇનવેસ્ટ અખબારના એક અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું હતું કે ભારત ઇલેકટ્રોનીક ઉત્પાદનમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વષમાં ઇલેકટ્રીક સેકટરમાં ર૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. જયારે આવનારા પાંચ વર્ષમાં તે ૩૦ ટકા સુધી પહોંચી જશે.

મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રની જે વાત કરવામાં આવે તો દેશભરમાં ૬ કરોડ જેટલા મોબાઇલ ફોન હતા. તેમાં છેલ્લા પાંચ વર્ષમાં વધારો આવી ૩૩ કરોડ હેન્ડસેટ થઇ ચુકયા છે. જેમાં નેવું ટકા ફોન દેશમાં જ ઉત્પાદીત થયેલા મોબાઇલ ફોન છે.

દેશમાં આવનારા પાંચ વર્ષમાં ઇલેકટ્રોનીક પ્રોડકટના ઉત્પાદનમાં થનારા વધારી દેશમાં ૧પ૩ બિલીયન એટલે કે ૧૧.૫ લાખ કરોડ રૂપિયાં નો વેપાર થશે. એપી, સેમસંગ, લાવા સહીતની રર જેટલી કંપનીઓ મોબાઇલ ક્ષેત્રે પણ આવનારા પાંચ વર્ષમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પ્રમાણે ભારત સરકાર ૪૧૦૦૦ કરોડ રૂપિયાની સહાય કરવા તરફ જઇ રહી છે. જેનાથી મોબાઇલ ક્ષેત્રે નવી ૧ર લાખ જેટલી નોકરીઓ ઉભી થશે. જેમાં ત્રણ લાખ સીધી અને ૯ લાખ આડકતરી રીતે નવી નોકરીઓના દ્વાર ભારતભરમાં ખુલશે સવદનીએ જણાવ્યું  હતું કે વિશ્ર્વના મોબાઇલ અને એસેસરીઝ ક્ષેત્રમાં જાપાન અને જાપાનિઝ કંપનીઓનો દબદબો જોવા મળે છે. તે પ્રમાણે આવનારા સમયમાં ભારત પણ પોતાનો આર્થિક વ્યવસ્થામાં જાપાન જેવી જ હીસ્સો બનાવશે વધુમાં તેણે ઉમેર્યુ હતું કે ભારત અને જાપાન હાલ ઇલેકકટ્રીક ક્ષેત્રે સમાન માર્કેટ બનવા જઇ રહ્યું છે. ત્યારે ભારતે ઇલેકટ્રોનિક ક્ષેત્રમાં હજુ વધુ રોકાણ  કરવાની અને નવી ટેકનોલોજીને અપનાવવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.