Abtak Media Google News

રન-વે પર વિમાનનો દરવાજો ખૂલ્લો રહી જતા ૩ ટન સોનાની ઈટો તેમજ હિરા ઢોળાઈ ગયા

ઘણીવાર વિચિત્ર બનાવો અંગે સાંભળીને આશ્ર્ચર્યનો પાર રહેતો ની. આવો જ એક કિસ્સો રશિયાના યાકુત્સ એરપોર્ટ પર બન્યો છે. જયાં સોના, પ્લેટીનીયમની ઈટો તેમજ હિરા ભરીને ઉડવા જઈ રહેલા વિમાનનો દરવાજો ખુલ્લો રહી જતાં કિંમતી વસ્તુઓનો રન-વે પર વરસાદ થયો હતો.

રશિયાના ઈસ્ટમાં આવેલા યાકુત્સ શહેરના એરપોર્ટ ઉપર ગઈકાલે ૩૭૮ મીલીયનની કિંમતી ધાતુ તેમજ હિરા લઈને વિમાન ઉડવાની તૈયારી કરી રહ્યું હતું. તમામ વસ્તુઓનું વચન ૯ ટન જેટલું હતું. એરપોર્ટ પરી જેવું વિમાને ઉડાન ભરવાનું શરૂ કર્યું ત્યાં એકાએક વિમાનનો દરવાજો ખૂલી ગયો અને એરપોર્ટના રન-વે ઉપર કિંમતી ધાતુઓ અને હિરાનો વરસાદ થયો.

પ્લેનમાં આ ઘટનાની જાણ મોડેથી તા પ્લેનને ૧૨ કિ.મી. દૂર એક ગામડામાં લેન્ડીંગ કરવું પડયું હતું. ત્યાં સુધી રસ્તામાં સોના-પ્લેટીનીયમ અને હિરા પડેલા જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.