ગોકુલ આઠમ-જન્માષ્ટમી: આપણા દેશની લોકસંસ્કૃતિનું ચિરંજીવ દર્શન કરાવતા શ્રાવણી પર્વ લોક મેળાઓમાં ધાર્મિકતા અને ઉત્સવભીના ભાઈચારાનો સુભગ સંગમ

કૃષ્ણ જન્મોત્સવનાં હોંશભીના થનગનાટના અવસરે જ આપણા દેશની વર્તમાન હાલત કરૂણ અને દયાજનક ! એક બાજુ,

મોંઘવારીનો રાક્ષસ, બીજી બાજુ, કાળમુખો કોરોના ત્રીજો, બેકાબુ ભ્રષ્ટાચાર, ચોથો માનવતાનો લોપ, નિર્લજતા અને નફફટતા નરાધમતા

સવા અબજની વસતિ અને કારમી ગરીબાઈ વચ્ચે કઈ હોંશે ગોકુળ આઠમ-જન્માષ્ટમીને ઉત્સવભીનાં કરવાં અને સૈકાઓથી લોક સંસ્કૃતિને જીવંત રાખવી એવો પ્રશ્ન જાગે જ છે !

શ્રાવણ મહિનાની પવિત્રતા આપણા દેશના ધર્મપરાયણ નરનારીઓએ જાળવી રાખી છે, અને લોકમેળા સાંસ્કૃતિક મેળાઓ દ્વારા આપણા દેશની સંસ્કૃતિ મૃતપ્રાંય થતાં બચી શકી છે એ શુભચિહન ગણી શકાય તેમ છે. આપણામાં એક એવી કહેવત છે કે, આનંદ ઉમંગ અને શુભ અવસરનાં દિવસોને વિતી જતા વાર લાગતી નથી!

શ્રાવણ મહિનાના સત્સંગ અને ધરમધ્યાનના દિવસો અંગે આવો જ ખ્યાલ ઉપસે છે..

શ્રાવણ મહિનામાં સૌથી વધુ મહિમાવંતુ પર્વ ગોકુળ આઠમ (જન્માષ્ટમી) છે. શિવશંકરની ભકિતનો મહિમા પણ અપરંપાર છે. બાર જયોતિલિંગની પૂજા અને યાત્રા મહાપૂણ્યકારી મનાય છે. એમાં રોકટોકને ભકતો સાંખી લેતા નથી. શ્રાવણમાસના પ્રથમ દિવસે જ સોમનાથ મંદિરે સર્જાયેલી હિંસક ઘટના આ વાતની સાક્ષી પૂરે છે.

આપણા દેશમાં સૌથી વધુ પૂજાતા દેવ શિવશંકર છે. એ કારણે ન શ્રાવણ શિવમહિમાનો મહિનો ગણાયો છે.

આમ આપણા દેશમાં ધર્મ પરાયણ નરનારીઓએ આપણી શ્રાવણી સંસ્કૃતિને જાળવી રાખે છે અને લોકમેળા તેમજ સાંસ્કૃતિક મેળાઓએ તેનું શ્રધ્ધા અને આસ્થાપૂર્વક જતર્ન કર્યું છે. આ મહિનો આપણને શ્રવણ સંસ્કૃતિની યાદ આપે છે. શ્રવણે પોતાના અંધમાબાપને કાવડમાં બેસાડીને દેશના તિર્થસ્થળોની યાત્રા કરાવી હતી.

એ દેશકાળમાં માણસનો અંધાપો દૂર થઈ શકે એવું વિજ્ઞાન નહિ હોય. નહિતર શ્રવણે એમ કર્યું હોત. પોતાના ખભા પર કાવડ રાખીને માબાપને યાત્રા કરાવવામાં પીડા થવાનો સંભવ રહેત !

અહીં એવો તર્ક પણ થઈ શકે છે, એ વખતના અયોધ્યાના ચક્રવતી રાજા દશરથે શિકાર માટે કોઈક પ્રાણી હશે એમ માનીને તેમણે શબ્ધવેધી બાણ ફેંકયું અને તરસ્યા મા બાપ માટે પાણી લેવા ગયેલા શ્રવણને એ વાગતાં તે મૃત્યુ પામ્યો એવી પણ દંતકથા છે. દશરથને આ વાતની જાણ થતાં તેઓ પાણી લઈને માબાપ પાસે ગયા ત્યારે શ્રવણના મૃત્યુની વાત જાણીને તેઓ કલ્પાંત વચ્ચે મૃત્યુ પામ્યા હતા એવી દંતકથા છે. મા-બાપે મૃત્યુ પામતા પહેલા દશરથને એવો શ્રાવ આપ્યો હતો કે, અમે પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા છીએ તેમ તમારા મૃત્યુ વખતે તમારા સાનિધ્યમાં કોઈ સંતાન નહિ હોય !..

શ્રવણની આ કથાનો સાર એવો નીકળે છે કે, શ્રાવણમાં જે કથા શ્રવણનાં માબાપનો અંધાપો દૂર કરાવી શકી નહિ અને તિર્થનો આશય પૂર્ણ કરાવી શકી નહિ, એ જોતાં એમ કહેવું પડે જે કથા શ્રવણના માબાપને જેમ નવી દ્રષ્ટિ ન આપી શકે અને જે તિર્થ શ્રવણને દિવ્યતા બક્ષી શકી નહીં એનો આખરે શું અર્થ ? એના કરતાં આંતર ચેતનાની કોઈ પણ કથા પરમપૂનિત યાત્રાનું ફળ આપી શકી હોત ! આમ તો, પવિત્ર વિચાર એ યાત્રા છે, ઈન્દ્રિય નિગ્રહ એ યાત્રા છે, સત્કર્મો એ યાત્રા છે, સત્યભાષી થઈએ એ યાત્રા છે, પરમાર્થ એ યાત્રા છે, હૃદય-મનને સદૈવ પવિત્ર રાખીએ એ યાત્રા જ છે.

ગોકુળ આઠમના પર્વે આપણા દેશના તમામ નાના મોટા ગામોનાં ગોકુળ જેવા બનાવી દેવાની પ્રતિજ્ઞા લઈએ અને તે કરી જ બતાવીએ તો ગોકુળ આઠમનું પર્વ સાર્થક થશે અને શ્રી કૃષ્ણનું અવતરણ તથા તે અવસરનો મહોત્સવ એ પણ સાર્થક ગણાશે !

આપણો દેશ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી નહિ ઉજવવાનું છેલ્લા કેટલાક વખતથી રટણ કરે છે.

આપણે પ્રાર્થના કરીએ કે કોરોનાનો સામનો કરવામાં એ સહાય ભૂત બને !

Loading...