Abtak Media Google News

ગોધરામાં મોબાઈલ લૂંટ કરનાર શખ્સની CCTV ફૂટેજ આવી સામે લૂંટની સમગ્ર ઘટનામાં થઇ લૂંટના બે મોબાઈલ સહિત ૩૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ની લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ હતી.બાઈક પર નીકળી હાથમાંથી મોબાઇલ તફડાવી નાસી છૂટતા હતા.ગોધરા શહેરના ભરચક વિસ્તાર એવા બસસ્ટેન્ડ રોડ વિસ્તારમાં થોડા સમય પહેલા એક મહિલાને સરનામું પૂછવાના બહાને મોબાઈલ લૂંટી નાસી ગયા હતા જેનો વિડીયો CCTV માં કેદ થઇ ગયો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ ના આઈ.જી.પી.શ્રી શશીધરન અને SP શ્રી ડૉ. લીના પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગોધરા LCB ની ટીમે બાતમીને આધારે રેડ કરી શબ્બીર હુસેન જભાની ધરપકડ કરી હતી.પોલીસે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.