Abtak Media Google News

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરી જમૈકા ભાગી જવાનો નિમણુંક પત્ર અને વિદેશથી મેળેલા ભંડોળની વિગત દર્શાવતી પાસબુક બંને આંતકીઓ પાસેથી કબ્જે

ગુજરાત એટીએસએ તા.૨૫ ઓકટોમ્બરે ભ‚ચમાંથી ઝડપેલા બે આંતકવાદીઓનું કનેકશન કટ્ટર આંતકવાદી સંગઠન આઇએસ સાથે ખુલ્યું છે. એટીએસ દ્વારા બંને ત્રાસવાદીઓની કરાયેલી પૂછપરછમાં કરાચીથી ભંડોળ મળ્યું હોવાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરતના ઉબેદ મિરઝા અને અંકલેશ્ર્વરની સરદાર પટેલ હોસ્પિટલના ઇકો કાડીયોગ્રામ ટેકનિશયન કાસીમ સ્ટીંબરવાલા નામના આંતકવાદીઓને ગત તા.૨૫મી ઓકટોમ્બરે એટીએસના સ્ટાફે ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ દરમિયાન આંતકવાદી પ્રવૃતિ માટે ગોધરા, ભ‚ચ, વડોદરા, સુરત અને વલસાડથી જરૂરી ફંડ આઇએસ દ્વારા મોકલવામાં આવતું હોવાની કબુલાત આપી છે.

ઉબેદ મિરઝા અને કાસીમ સ્ટીંબરવાલાની પૂછપરછમાં બંને આંતકીઓ અમદાવાદના ખાડીયા વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ બહાર આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે.

બંને આંતકીના બેન્ક ખાતા સહિતની કરાયેલી તપાસ દરમિયાન ગત ફેબ્રુઆરીમાં કરાચીની મલ્ટીનેશનલ બેન્કમાં ખાતુ ધરાવતી એક વ્યક્તિએ રૂ.૫૬ હજાર મોકલ્યા હોવાના એટીએસને પુરાવા મળ્યા છે. બેન્ક દ્વારા મોકલાયેલા રૂ.૫૬ હજાર બંને આંતકીઓએ મેળવ્યાના પુરાવા અંગે પણ એટીએસના સ્ટાફ દ્વારા છાનભીન કરવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં અન્ય સ્થાનિક શખ્સોની સંડોવણી બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

ઉમેદ અને કાસીમના બેન્ક ખાતાની કરાચીની એન્ટ્રી બાદ વધુ થયાની શંકા સાથે એટીએસના સ્ટાફે બને ત્રાસવાદીના મકાનની જડતી કરી વધુ કંઇ સાહિત્ય કે ત્રાસવાદી પ્રવૃતિ અંગેની માહિતી મળવાની શંકા સાથે તપાસ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.