Abtak Media Google News

ગુજરાતને અને દેશના ઘણા બધાં પ્રદેશોને કેફી દ્રવ્યો અને તેને સાંકળતા ગંદા ગોબર રાજકારણે કાળમુખો ભરડો લીધો છે ! ‘ગાંધીનાં ગુજરાતમાં ગાંધી લજિજત’જેવી હાલત પ્રવર્તે છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંંધી પ્રવર્તે છે, બીજી બાજુ દારૂબંધી નશાબંધીનાં ઓઠા હેઠળ શરાબ-મદિરાની અને તેને સાંકળતા ભ્રષ્ટાચારની ગટર ઉભરાતી રહી છે… મારીનુઆના ગાંજો જેવા તેજાબી કેફી પદાર્થોના છાનાં છૂપા છૂપા અડ્ડાઓ ગુજરાતમાં ઘર કરી ચૂકયાં છે અને ગુજરાતની યુવાપેઢી ‘દમ માદો દમ’ના નશીલા ઘ્વનિ વચ્ચે ધુમાડીયા ધૂંટના ટેકે ટેકે ઝુમતી રહે છે!

ગુજરાતમાં કેટોલા ગુણો ઘણા વિકાસ પામ્યા છે તેમ કેટલીક પ્રદિશિક નબળાઇ રહે પણ વિકાસ પામી છે લડાયક પ્રજામાં જેમ કેટલુંક બળ ખૂટે છે તેમ ડાહી, શાંત, કુશળ ને વ્યવસ્થા પ્રજામાં કેટલુંક લડાયક બળ ખૂટે છે. એ બળ પૂરવાનું કામ ગાંધીજીએ અને સરદારે કર્યુ. સાથો સાથ વ્યકિત પ્રત્યેની ભારતીય પ્રજાની ઇતિહાસ પ્રસિઘ્ધ વફાદારીની નબળાઇ એકાધિકારને કારણે વધુ વિકાસ પામી., એ આખો નબળાઇનો સંસ્કાર સામાજીક પરિબળોને કારણે હવે કરવટ બદલી રહ્યો છે. મોરારજીની સાથે ગુજરાતમાં એકાધિકારની વફાદારી, કોઇ એક કે થોડીક વ્યકિતની દોરવણી વડિલશાહીની તાબેદારી અને નરકમાં કે સ્વર્ગમાં એ વ્યકિતની સાથે જ જવાની આંધળી શ્રઘ્ધા હવે નાશ પામી રહી છે. મૂલ્યોનું નવસર્જન થઇ રહ્યું છે, ગુજરાત માથે જે ડુંગર જેવડો દોષ પડયો હતો કેગુજરાતમાં વૈચારિક અંધાપો છે. તેના પડળ ચીરાતાં જાય છે. વિચાર વહેલો આવે છે બળ એની પાછળ પેદા થાય છે.

ગાંધીજી ગુજરાતમાં આવ્યા ત્યારે અહીંની પ્રજા તો નઘરોળ પડી હતી. ગાંધીજીએ જે કાંઇ સર્જાવ્યું તે માટી તો એની એ જ હતી. એ માટીમાંથી  પૂરો ઘાટ ઘડાઇ રહે તે પહેલા જ સ્વરાજની ઉપકારકતા અને અનુપકારકતાએ જનતાનો જે ઘાટ ઘડયો તેના પરિણામે આજની સ્થિતિ સર્જાણી છે. આગેવાનો પ્રજામાંથી પેદા થાય છે. આગેવાનો જેમ પ્રજાને સુધારે બગાડે છે તેમ પ્રજા પણ આગેવાનોમાં સુધારો બગાડો કરે છે. કુવામાંથી જ અવાડામાં આવે છે. આજની આગેવાનીએ ગમે તેટલું નુકશાન કર્યુ હોય તો પણ એમાં પ્રજાનું જ પ્રતિબિંબ છે.Untitled 1 59

સમસ્ત પ્રજાને જેમ કાંધ મારી શકાતી નથી કે સમગ્ર પ્રજાની ફેરબદલી થઇ શકતી નથી તેવું જ આગેવાનોનું છે. સામાજીક પરિબળોને સમજીને તેનાં જેટલી તાકાત કામે લગાડી શકાય તેટલા પરિવર્તનો આ જ આગેવાની અને આ જ પ્રજામાં લાવી શકાય. એ સિવાયનો બીજો માર્ગ સામ્યવાદનો છે. જે નકસલાઇટો દ્વારા અમલમાં આવી રહ્યો છે. જેમણેરી બળોના મોરચા નકસલાઇટોનો માર્ગ મોકળો કરી રહ્યા છે. ગુજરાત આટલું ન સમજે તેટલું મૂર્ખ નથી. નિ:શંકપણે કહી શકાય કે સામ્તવાદને ખાળવાનો  ઉપાય જમણેરી બળોનો મોરચો નથી. કારણ કે એમાં તો શોષિતનો શોષણ ખોરો સામેના વિદ્રોણની લાલપીળી જવાળાઓ લબકતી રહે છે.

શરાબ – દારૂ- નશીલા પદાર્થોની હેરાફેરીનાં મૂળમાં આખરે તો ગરીબ અને મઘ્ય વર્ગની પ્રજા જ હોઇ શકે! ધનવાનો તો ઇચ્છે ત્યારે આવાં દ્રવ્યોની મજા માણી શકતા હોય છે!જૂના જમાનાના એક નાટકમાં એક ગીત હતું.‘ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે’ ગુજરાતના ખ્યાતનામ કવિ શ્રી કરસનદાસ માણેકે એમની એક કવિતામાં એવું લખ્યું છે કે, ‘એક દિન આંસુ ભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં…’મંદિરમાં બત્રીસ જાતનાં ભોજનથી ભરપુર અન્નકુટ ધરાવાયો હોય અને દેવદાસની બહાર અન્નવિના ટળવળતા લોકોની હાર હોય ત્યારે હરિનાં લોચન આંસુ ભીનાં થયા વિના રહેતા નથી.દહેજના પાયે જયારે કોઇ જુવાન છોકરી ઝેર પીને કે કૂવો પડીને મોતને મીઠું કર ત્યારે હરિનાં લોચન આંસુભીનાં બને છે.

પેટનો ખાડો પૂરવા માટે અને જીવનની જરુરતને સંતોષવા માટે વેશ્યાગીરી કરતી કુમળી વયની છોકરીનો હાથ જયારે કોઇ પિતાની ઉંમરની પુરૂષ ચૂમે છે ત્યારે હરિનાં લોચન આંસુ ભીનાં બને છે.પોતાની ભૂખને ભાંગવા નવજાત શિશુઓના હાથપગ ભાંગી નાખીને એમને બળજબરીથી ભીખ માગવા તૈયાર કરવામાં આવે છે ત્યારે આવા અપંગ બાળકોની કાકલુદી ભરી વાણી સાંભળીને ઇશ્વરની આંખોમાં આંસુ આવે છે…દહેજના પાપ જયારે કોઇ જુવાન છોકરી ઝેર પીને કે કુવા તળાવ પૂરીને મોતને મીઠુ કરે છે ત્યારે પર હરિના લોચન આંસુ ભીના થાય છે.

પોતાની ભૂખને ભાંગવા નવજાત શિશુઓના હાથપગ ભાંગી નાખીને એમને ભીખ માંગવા માટે પરાણે કહે છે તાજેતરમાં ગુજરાતમાં નશાબંધી અંગે કંઇક ઉજવણી થઇ. એ નિમિતે અમુક મોટા માણસોના સંદેશાઓ તો જોઇએ જ એવો પ્રણાલીગત માન્યતા અનુસાર અમુક મોટા માણસોના સંદેશાઓ માગવામાં આવ્યા અને તેમણે પોતાની તરફ જોયા વિના કે પોતામાં અંદર ઉતર્યા વિના સરસ મજાના અને ચાતુરીભર્યા શબ્દોથી મઢેલા સંદેશાઓ મોકલી આપ્યાં. નશાબંધી અંગેના સામયિકમાં તે પ્રગટ થયા. એમાં પ્રધાનોનો સમાવેશ થયો હતો.

આમ જોઇએ તો ગુજરાતનાં નશાબંધી આગેવાનોનું સૂત્ર પહેલેથી જ એવું રહ્યું છે કે જે દારુ પીતા હોય તેને મત ન આપવો. પણ વિધિની વકતા તો એ છે કે ગુજરાતના પ્રધાનમંડળમાં દારુ પીનાર વ્યકિતઓ છે અને ગુજરાતની વિધાનસભામાં દારુ પીનારા સભ્યો મોજૂદ છે. અને આ વાત હાલની સરકાર કે હાલની વિધાનસભાને જ લાગુ પડી છે એમ નથી જ આગે સે ચલી આતી હૈ જેવી આ સ્થિતિ છે.

આ દારૂ પીનારા લોકોએ કોંગ્રેસ પક્ષના ચુંટણી જાહેરનામામાં નશાબંધીને ઠીક ઠીક કરવાનો ઇશારો કર્યો હતો. આપણી ધારાસભામાં નશાબંધી કે દા‚બંધીની બાબતમાં ચર્ચાઓ થતી રહે છે. લઠ્ઠો પીને મૃત્યુ પામવાના કિસ્સા નોંધાય છે ત્યારે થોડી હલચલ જાગે છે અને તે પાછી ઠરીને ઠીકરુ થઇ જાય છે. કોઇ દારૂ ઢીચનારાઓ શાસક પક્ષમાં કે ગાંધીનો આદર્શ અપનાવ્યો હોય તેવા અન્ય રાજકીય પક્ષમાં ભળતી વખતે કે ચૂંટણીમાં એ પક્ષ વતી  લડતી વખતે એવી જાહેરાત કરતા જ નથી કે તેઓ હવેથી દારુ નહી પીએ. અને જો દારુ પીતા હશે તો દારુબંધીના હિમાયતીની જેમ એના ઉપર મોટા પ્રવચનો નહિ કરે અને સલાહભર્યા સંદેશાઓ નહિ લખે!

આપણા દેશમાં યુવક તો ઠીક પણ યુવતિઓ પણ, અને ખુદ કિશોરો-કિશોરીઓ સ્કુલો-કોલેજોમાં ભણતર વખતે કેફી પદાર્થોના અતિ ભયાનક અને કાળમુખા રવાડે ચઢતા રહે છે. મા-બાપો કુટુંબીઓની જાણ બહાર છૂપી રીતે, અન્ય નશાખોરીની જોડે તેઓ આવ કેફી પદાર્થોનો નશો કરે છે. એની ભયંકર અસર નીચે એમની નાડીઓ તૂટી છે અસહ્ય પીડા અનુભવાય છે એના વિના તેઓ માથું કૂટે છે. હાથપગ પછાડી છે.

આવી નશાખોરીનાં સેવન બંધ કરાવવા મા-બાપો તબીબોનો આશરો લે છે. હોસ્પિટલોમાં સારવાર લે છે. એમની અતિ કફોડી હાલત જોઇએ માબાપો કુટુંબીઓ પણ કલ્પનામાં ન આવે એટલા ‘નર્વસ’(હતાશ અને ઢીલા પોચા) બની જાય છે.પંજાબમાં તો શીખ લોકો ધાર્મિક રીતેય આનાં ઉપર પ્રતિબંધ મૂકે છે.સત્તાવાળાઓ અને આરોગ્ય સંબંધી સત્તાધીશોએ અસરકારક રીતે આ અનિષ્ટને મૂળમાંથી ડામવાના પગલા લેવા ઘટે છે. આ અનિષ્ટ આખા સમાજને ભરડો લઇ રહ્યો છે એ ભૂલવા જેવું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.