Abtak Media Google News

વિસ્ટા વિઝન અને વિઝડમ

ગુજરાત ઓર્થોપેડિક  એસો.દ્વારા કરાયેલુ આયોજન:૪૦૦ થી વધુ તબીબો હાજર રહેશે

રાજકોટમાં આગામી તા.૭ અને ૮ના રોજ ગોઆકોન -૨૦૨૦ યોજાશે.આ આયોજન ગુજરાત ઓર્થોપેડીક એસો. દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં ૪૦૦ થી વધુ તબિબો હાજર રહેશે તેવું અબતકની મૂલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.ઓર્થોપેડીક સોસાયટી ઓફ રાજકોટ દ્વારા ગોઆકોન-૨૦-૨૦નું આયોજન રાજકોટની રીઝન્સી લગુન રીસોર્ટમાં રાખેલ છે.ગુજરાત ઓર્થોપેડીક એસોસીએશનના ઈતિહાસમાં ૩૮મી વાર્ષિક કોન્ફરન્સ છે.અને સૌ પ્રથમ વખત સંપૂર્ણ રેસીડેન્સીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.

વિસ્ટા વિઝન અને વિઝડમ એવી અનોખી થીમ પર આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આજના વિકસ્તા જતા વિજ્ઞાનની વિસ્તરતી જતી ક્ષીતીજોને  આંબવા માટે ડોકટર દ્વારા સતત પ્રયત્ન થતા હોય છે અને તેના ભાગરૂપે રાજકોટમાં સ્ટેટ લેવલની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.

Dsc 8470

તા.૦૭,૦૮ તથા ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોડ ડોકટરના જાણીતા તથા સીનીયર ડોકટર ડો.ડી.કે.શાહ,ડો. અવિનાશ મારૂના માર્ગદર્શન સાથે ઓગોનાઈઝીંગ સેક્રેટરી ડો. કેતન ઠકકર અને તેની ટીમઆ કોન્ફરન્સને સફળ બનાવવા છેલ્લા એક વર્ષથી આયોજન કરી રહ્યા છે.

ઓગેનાઈઝીંગ ચેરમેન ડો.શ્યામ ગોહિલ તથા ડો.શ્રીનીવાસ રાવ સાથે જોઈન્ટ ઓગેનાઈઝીંગ સેક્રેટરી ડો. નિશીથ સંઘવી અને ડો.વિશાલ માંગરોળીયા દ્વારા ઓ કોન્ફરન્સની જુદા-જુદા વિષયો પર જ્ઞાનના આદાન પ્રદાનની માહિતી માટેની સુંદર વ્યવસ્થા કરેલ છે.

ઓગેનાઈઝીંગ ચેરમેન કો-ચેરમેન તરીકે ડો,હિરેન કોઠારી, ડો.પરેશ પંડયા તથા ડો.ભાવેશ સચદે દ્વારા તા.૦૭ ફેબુ્રઆરી-૨૦૨૦ના રોજ સી એમઈ.ની તમામ કાર્યવાહીની દેખરેખ રાખવામાં આવેલ છે.

ડો. કેતન ઠકકર ઓગેનાઈઝીંગ સેક્રેટરીની યાદી મુજબ લગભગ ૭ વર્ષ બાદ રાજકોટને આ વાર્ષિક કોન્ફરન્સનું આયોજનનો મોકો મળેલ છે.

ઓર્થોપેડિક સોસાયટી ઓફ રાજકોટના પ્રેસીડન્ટ ડો.નરશીભાઈ વેકરીયા, તથા સેક્રેટરી ડો.કેતન શાહના જણાવ્યા પ્રમાણે ૯૦ થી વધારે ઓર્થોપેડિક સર્જન રાજકોટ જીલ્લામાં છે જેઓએ આ તમામ કોન્ફરન્સની જવાબદારી સંભાળેલ છે અને સુંદર ટીમની જેમ કામ કરી રહેલ છે.ગુજરાત તથા ગુજરાત બહારથી હાજર રહેલ લગભગ ૪૦૦ થી વધુ ડોકટર આ ત્રણ દિવસ દરમ્યાન ઓર્થોપેડિક જ્ઞાનમાં થઈ રહેલા આધુનિક આવિષ્કાર તથા ઉપલબ્ધ સારવાર વિશે જ્ઞાન મેળવશે. ગુજરાત ઓર્થોપેડીક સોસાયટીના પ્રેસીડન્ટ ડો. ધવલ દેસાઈ તથા સેકે્રટરી ડો. કમલેશ દેવમુરારી સાથે તાલમેલ સાધીને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ રાજકોટમાં યોજાય તે રાજકોટ માટે ગૌરવની ઘટના છે. તેવું આગેવાનોએ કહ્યું હતું.

આ કોન્ફરન્સના ઉધ્ઘાટન સમયે ગુજરાત ઓર્થોપેડીક સોસાયટીના આવનાર વર્ષના પ્રેસીડન્ટ ડો,નવીન ઠકકર તથા ઈન્ડીયન ઓર્થોપેડિક સોસાયટીના આવનાર વર્ષના પ્રેસીડન્ટ ડો.બી શીવશંકર હાલ હાજર રહેલા છે.સોલાપુર નેઈલનું સંશોધન કરનાર ડો.બી.શીવશંકર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ફેકલ્ટી તરીકે હાજરી આપે છે.

કોઈમ્તુરના ગંગા હોસ્પિટલના ડો. રાજા સબાપતિ જે પ્લાસ્ટીક સર્જન સોસાયટી ઈન્ડીયાના પ્રમુખ રહી ચુકેલ છે અને હેન્ડ સર્જરીના નિષ્ણાંત છે અને હૈદરાબાદની વિશ્ર્વવિખ્યાત સનસાઈન હોસ્પિટલના ડો. ગુરૂઆ રેડ્ડી કે જે એફ.આર.સી.એસ/ડી.એન.બી.ના પ્રોગામ ડીરેકટર છે. જે ખાસ ગેસ્ટ લેચન માટે આ કોન્ફરન્સમાં હાજર રહેલા છે.

ઔધોગિક અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.અને તેના માટે સાવચેતી વધી પણ જયારે અકસ્માત થાય અને ઓછામાં ઓછીખોડખાંપણ રહે તેના માટે હેન્ડસર્જરીના ખાસ લેકચર રાખવામાં આવેલ છે. માટે મુંબઈથી ડો.સુધીર વોરીઅર હાજર રહેવાના છે.સાંધા બદલવાના ઓપરેશન માટેના આ દાયકામાં અને આવનારા સમયમાં જેની સૌથી વધુ જરૂરીયાત ઉભી થવાની છે તેના ઓપરેશન અને તેને લગતા નવા વૈજ્ઞાનીક વિકલ્પો માટે યુ.કે.થી ડો.નિખીલ શાહ ખાસ ઉપસ્થિત રહેલ છે.

વાહન અકસ્માતમા થતી હાઈ વેલોસીટી ઈન્જરીમાં થાપા અને પેલ્વીસની ઈજા સામાન્ય છે.આવી જરૂરી ઈજા માટે કેડેવરીક વર્કશોપ આ કોન્ફરન્સમાં યોજવામાં આવેલ છે જેના માટે મેડીકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવા તથા એનેટોમી ડિપાર્ટમેન્ટના ડો.આશીષ પંડયા તથા ડો.ડાંગર અને તેમની સંપૂર્ણ ટીમનો સહકાર મળેલ છે.આમ આ વર્કશોપ માટે નેશનલ ફેકલ્ટી ડો. રમેશસેન જે ચંદીગઢના પ્રોફેસર છે. અને આ સાથે દિલ્હીથી ડો.વિવેક ત્રીખા પણ પોતાના જ્ઞાનનો લાભ આપશે.

આ ઉપરાંત મલેશ્યાથી ડો.જે.ચીપ જે પોતે આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી મેમ્બર છે તથા ડો.રાજીવ શાહ જોહન મુખોપાધ્યય, બરોડાથી ડો.રાજીવ શાહ અને ડો.રાજીવ ચૌધરી પણ હાજર રહેવાના છે.આમ બેઝીકથી લઈ અને એડવાન્સ ઓર્થોપેડીક વિશેની માહિતીનું આદાન પ્રદાન આ કોન્ફરન્સમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.