Abtak Media Google News

શું મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લઇ શકશે: સુપ્રીમમાં આજે મહત્વની સુનવણી.

ગોવા માટે મનોહર પર્રિકરે રક્ષામંત્રીના પદેથી રાજીનામુ આપી દીધુ છે. શું પર્રિકરે આજે મુખ્યમંત્રી પદના શપથ લઇ શકશે? ગોવામાં  સરકાર રચવાના બીજેપીના દાવાને કોંગ્રેસે સુપ્રીમમાં પડકાર્યો છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે આજે મહત્વની સુનવણી કરશે. કોંગ્રેસ ભાજપની ઓછી સીટો હોવા છતાં પણ  ગોવામાં સરકાર બનાવવાના દાવાને લઇ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવી શકે છે. ગોવામાં ભાજપે મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર રચવાનો દાવો કર્યો છે. ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હાએ પર્રિકરને ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તેમને ગોવા વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા કહ્યું છે. અહીં એકેય પાર્ટીને બહુમતી મળી નથી. ગોવામાં કોંગ્રેસ ૪૦ બેઠકોમાંથી ૧૭ સીટો જીતીને આગળની હરોળમાં છે. જ્યારે ભાજપને ૧૩ સીટો મળી છે. ભાજપ અન્ય દળોની સાથે મળીને ૨૧ સીટો હાંસલ કરીને ગોવામાં બીજેપી સરકાર રચવાનો દાવો કરી રહી છે. ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી અને નિર્દલીય વિધાયકોનું સમર્થન છે. બીજેપીના આ દાવાને કોંગ્રેસે સુપ્રીમમાં પડકાર્યો છે જે પર મહત્વનો ફેંસલો આજે લેવાશે. કોંગ્રેસના સીનીયર નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, ગોવામાં ભાજપ ૧૩ સીટોની સાથે બીજા નંબરે છે. જ્યારે કોંગ્રેસ ૧૭ સીટો હાંસલ કરી સૌથી આગળ છે. આવી બીજા નંબરે આવનારી પાર્ટીને સરકાર બનાવવાનો કોઇ હક નથી. આ સાથે ચિદમ્બરમે મણિપુર અને ગોવામાં તોડ-જોડ કરીને સરકાર બનાવવાનો આરોપ લગાવ્યો છે. શું ગોવાના સીએમ પદે મનોહર પર્રિકર શપથ લેશે? તે અંગે મુખ્ય ન્યાયધીશ જે. એસ. ખેહરના નેતૃત્વવાળી ન્યાયધીશોની બેંચ મહત્વનો નિર્ણય લેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.