Abtak Media Google News

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની અદભુત સેવાકીય કામગીરી

જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ નો મુખ્ય હેતુ કોલસાની ખાણમાંથી હીરા શોધવાનો છે. એટલે કે ગરીબ પણજ્ઞ તેજસ્વી વિઘાર્થી જે નાણાકીય તંગીને કારણે અભ્યાસ નથી કરી શકતા તેમણે ૮ થી ૧ર ધોરણ સુધી તથા આગળ મેડીકલ અને એન્જીનીયરીંગમાં એડમીશન મળે ત્યાં સુધી દતક લઇને ભણાવે છે. જેથી આ વિઘાર્થીઓ તેમના કુટુંબ, સમાજ અને દેશના ઉત્તમ નાગરીક તેમજ તારણહાર બની શકે.

શ્રી પુજીત મેમોરેયલ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસીપલ શાળા સંચાલીત શાળાઓમાં તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ ૭ માં ૮૫ ટકા થી વધુ ગુણ મેળવેલ બાળકોની પ્રવેશ માટે પરીક્ષા રાખે છે.

૬૫૦ જેટલા બાળકોમાંથી અત્યંત જરુરીયાત મંદ એવા ૧૦ થી ર૦ તેજસ્વી બાળકોને ધો.૮ થી ટ્રસ્ટ દ્વારા દતક લઇ રાજકોટની નામાંકિત સ્કુલ જેવી કે મોદી સ્કુલ, મુરલીધર સ્કુલ, પાઠક સ્કુલ, ચાણકય વિઘાલય, ઇનોવેટીવ સ્કુલમાં સારુ શિક્ષણ મેળવી શકે તેવ વ્યવસ્થા કરવામાં આવે છે.

ધો.૮ માંથી તેજસ્વી કારર્કિદી બની રહે તે માટે આ બાળકોની કાળજી લઇ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિઘાલ, કોમ્પ્યુટર ના નિષ્ણાંત શિક્ષક રાખી ૭.૩૦ થી ૧૦.૩૦ વિશેષ કોચીંગ આપવામા આવે છે.

Vlcsnap 2018 04 28 13H25M30S114વિઘાર્થીઓની પસંદગી થયા બાદ વિઘાર્થીઓને જરુરીયાત વસ્તુ જેવી કે સ્કુલબેગ, કંપાસ બોકસ, પુસ્તકો, નોટબુકસ, ચોપડા વગેરે આપવામાં આવે છે. તથા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.

જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટની વિશે વધુ જાણકારી આપતા અનિમેષ રૂપાણી જણાવે છે કે વિજયભાઇ રૂપાણીના મોટા સુપુત્રના મૃત્યુબાદ તેમણે બાળકો માટેની પ્રવૃતિ તથા તેમના વિકાસ માટે સામાજીક પ્રવૃતિ કરવાની ઇચ્છા થઇ જેણે અનુલક્ષી જ્ઞાન પ્રબોધીને એટલે કે જ્ઞાનને ઉજાગર કરનાર બાળકોને વધુ જ્ઞાન મળે તથા પોતાની તથા કુટુંબની ભવિષ્યને સુખાકારી બનાવી શકે તેવા પ્રયાસો કર્યા.

Img 20180428 Wa0007જ્ઞાન પ્રબોધીન પરીક્ષા આપનાર બાળકો માંથી પસંદીદા બાળકોના ઘરે જઇ પોતે શ્રી અંજલીબેન રૂપાણી સુપરવાઇઝર કરે છે. તથા બાળકોના ભવિષ્ય માટે પ્રયાસો કરે છે.

Img 20180428 Wa0008(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.