Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપ્સ્સ્થીતી સર્વમંગલ બીલખીયા ઈંગ્લીશ મીડિયમ ડે સ્કુલનું લોકાર્પણ શે: અનેક મંત્રીઓ અને આગેવાનો કાર્યક્રમમાં રહેશે ઉપસ્તિ

સાવરકુંડલાના વંડા ગામે જેસર રોડ ખાતે જી.એમ.બીલખીયા કોલેજ ઓફ આર્ટસનો સંમર્પણ તેમજ સર્વ મંગલ બીલખીયા ઈંગ્લીશ મીડિયમ ડે સ્કુલનો લોકાર્પણ કાર્યક્રમ આગામી તા.૫ને શુક્રવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાક દરમ્યાન યોજાશે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી છે. પુલ્હાશ્રમ ઈન્ટરનેશનલ સ્કુલ ડાકોરના શીલ્પી પૂ.સ્વામી ભાનુપ્રકાશદાસજી દ્વારા સર્વમંગલ બીલખીયા ડે સ્કુલનો શુભારંભ વા જઈ રહ્યો છે. ગફુરબાપા બીલખીયા પોતાના અનુદાની માં ફાઉન્ડેશન દ્વારા વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિવાસી પછાત લોકોના ઉતન માટે સેવા કરી રહ્યાં છે.

તેમના જ અનુદાની વંડા મુકામે જી.એમ.બીલખીયા કોલેજ ૧૭ વર્ષી કાર્યરત છે. કોલેજને સ્વામીનારાયણ સંપ્રદાયનમાં અર્પણ કરવામાં આવી રહી હોય. આ પ્રસંગે સમર્પણ ઉત્સવ ઉજવાશે. આ તકે સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી, પૂ.ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી વડતાલ તેમજ ર્ધમપ્રિયદાસજી (બાપુ સ્વામી) પૂર્વ કોઠારી વડતાલના ઉદ્બોધનનો લાભ મળશે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ ‚પાલા, ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મંત્રી વી.વી.વઘાસીયા, નાસ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ તળશીભાઈ પટેલ, તેમજ સહજાનંદ પ્રો.પ્રા.લી.ના કાંતિભાઈ ગઢીયા વિશેષ ઉપસ્તિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.