Abtak Media Google News

રહેણાંક વિસ્તારોમાં રીંછોના આક્રમણને લઈ લોકો ભયભીત.

હાલ સમગ્ર વિશ્ર્વ ગ્લોબલ વોર્મિંગની આડમાં આવી ગયું છે. ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો વિશ્ર્વ આખાએ કરવો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રશિયાની વાત કરવામાં આવે તો એન્ટાર્ટીકામાં પહેલા રીંછોની પ્રજાતી ખુબજ વિશાળ પાયે રહેતી હતી પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે રીંછો રશીયાના રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયના માહોલનો સંચાર થઈ રહ્યો છે. વિશ્ર્વ આખામાં ગ્લોબલ વોર્મિંગના ખરાબ પરિણામો હવે ભયંકર રીતે સામે આવી રહ્યાં છે

ત્યારે તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં ૨૦૨૦ સુધીમાં હિમાલય અને હિન્દુ કુષની પર્વતમાળા ઉપરનો ૭૫ ટકા બરફ ઓગળી જશે તેવી આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ બરફ ઓગળી જાય તો દુનિયાની મોટાભાગની વસ્તી અને જમીન પાણીમાં ડુબી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરો હવે બરફીલા વિસ્તારમાં રહેતા રીંછના અસ્તિત્વ સામે પણ જોખમ ઉભુ થયું છે. રશીયન હવામાન શાસ્ત્રીઓ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વિશ્ર્વ સમુદાય સમક્ષ શનિવારે એક એવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી પોલાર રીંછોની બરફીલા રીંછો પર જોખમ ઉભુ થયું છે.

રશીયાના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં ત્રણ હજારની વસ્તી વસે છે જેમાં અત્યારે રીંછના રહેણાંકમાં આક્રમણના બનાવ બને છે. બરફીલા રીંછો રક્ષીત પ્રજાતી જાહેર કરવામાં આવી હોવાથી બંદૂકના ભડાકે દેવાની સખત મનાઈ પણ કરવામાં આવી છે. પરંતુ રશીયન સરકારે એક પંચ નીમી રીંછોના માનવી પરના હુમલાની તપાસ કરવાનું શરૂ કર્યું છે. બરફીલા પ્રદેશોમાં રહેતા રીંછો ગ્લોબલ વોર્મિંગના કારણે ઓગળી રહેલા એન્ટાર્ટીક બરફના કારણે સલામત રહેવા માટે સ્થળાંતર કરી રહ્યાં છે. જેનાથી ખોરાકની ભયંકર અછત ઉભી થતાં ૫૦થી ૧૦૦ જેટલા રીંછોના ટોળા રહેણાંક વસ્તીમાં આંટાફેરા કરી રહ્યાં હોય તેવું નજરે પડે છે.

ભુખના કારણે બરફીલા રીંછો રઘવાયા બની ગયા છે અને માનવીઓ ઉપર હુમલો કરવા લાગ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ૫૨ રીંછોના એક ઝુંડે રહેણાંક મકાન ઉપર આક્રમણ કર્યું હતું. શહેરમાં આંટા મારતા કુતરાની જેમ ખુંખાર રીંછના ટોળા ઘરમાં ઘુસવા લાગ્યા છે અને માનવ ઉપર હુમલો પણ કરવા લાગ્યા છે. સ્થાનિક તંત્રો રીંછના આક્રમણ સામે પેટ્રોલીંગ પણ કરતા નજરે પડે છે પરંતુ આક્રમક રીંછોને ભડાકે ન દેવાની પરવાનગી આપવા પર તમામ લોકો ચિંતીત પણ જોવા મળે છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ જે રીતે આગળ વધી રહ્યું છે તેને જોતા રીંછોની પ્રજાતિ સહિત અન્ય જગ્યાએ માનવ વસવાટ અને માનવીઓને ઘણી તકલીફનો સામનો આવનારા દિવસોમાં પણ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.