Abtak Media Google News

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઇબ્રાહિમની બ્રિટનમાં સંપત્તિ જપ્ત કરી હોવાની માહિતી મળી રહી છે. એક અહેવાલ પ્રમાણે આ સંપત્તિની કિંમત 6.7 બિલિયન ડોલર એટલે કે 42 હજાર કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. ગત મહિને બ્રિટને ફાયનાન્સિયલ સેકશન સાથે જોડાયેલી એસેટ ફ્રીઝ કરવા અંગેનું લિસ્ટ જાહેર કર્યુ હતું, જેમાં દાઉદનું નામ પણ સામેલ હતું. લિસ્ટમાં દાઉદની નાગરિકતા ભારતીય તરીકેની હતી. આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત 3 સરનામા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દાઉદના 21 ઉપનામ પણ બતાવવામાં આવ્યાં, જેનો તે ઉપયોગ કરતો આવ્યો છે.

દાઉદ ઈબ્રાહિમની બ્રિટનના વોરવિકશાયરમાં એક હોટલ અને અનેક ઘર છે, જેની કિંમત હજારો કરોડ છે. આ ઉપરાંત મિડલેન્ડ હોટલ સહિત કેટલાંક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે.દાઉદને પકડવામાં સફળ નથી મળી, એટલે જ તેની પ્રોપર્ટી જપ્ત કરીને આર્થિક રીતે તેને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે.ભારતીય એજન્સીઓએ બ્રિટનને દાઉદ સાથે જોડાયેલાં કેટલાંક પુરાવાઓ સોંપ્યા હતા. જેને ત્યાંની સરકારને યોગ્ય લાગતા કાર્યવાહીનો કરવામાં આવી રહી છે.

અલગ અલગ 21 નામો દાઉદના દર્શવામાં આવ્યા છે, જેમાં શેખ, ઈસ્માઇલ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ હમીદ, અબ્દુલ રહેમાન, મોહમ્મદ ભાઈ, અનીસ ઈબ્રાહિમ, ઇકબાલ, દિલીપ, અઝીઝ, ફારૂખી, હસન, દાઉદ, મેમણ, કાસ્કર, સાબરી, સાહેબ, હાઝી, સેઠ અને બડા ભાઈનો સમાવેશ કરાયો છે. લિસ્ટ મુજબ આ નામોનો ઉપયોગ દાઉદ કરતો રહ્યો છે.

દાઉદ, મુંબઈમાં 1993મા થયેલા સીરિયલ બ્લાસ્ટનો આરોપી છે. વિસ્ફોટ બાદ તે ભારતમાંથી ફરાર થઈ ગયો હતો. આ બ્લાસ્ટમાં 260 લોકોના મોત નિપજ્યા હતા જયારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. દાઉદને લઈને ભારત અનેક પાકિસ્તાનને ડોઝિયર સોંપી ચુક્યું છે. ભારત સરકારે દાઉદના પાકિસ્તાનના સરનામાંનો પણ ડોઝિયરમાં ઉલ્લેખ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન હંમેશા એવો જ દાવો કરતું રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નથી.

દાઉદનું નામ ઇન્ટરપોલના મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં સામેલ છે. તેના પર દગાખોરી, ગુનાકિય ષડયંત્ર અને ગુનાહિત જૂથને ઓપરેટ કરવાના આરોપ છે. અમેરિકાએ 2003માં દાઉદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.