Abtak Media Google News

વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓ ચમકયા: નૃત્ય પ્રસ્તુતી, માઈમ આર્ટ સ્કેટીંગ સીગીંગ સહિતની પ્રસ્તુતી નિહાળી વાલીઓએ

હેતની લાગણી અનુભવી: ‘અબતક ચેનલ’ના લાઈવ ટેલીકાસ્ટથી લાખો લોકોએ બાળકોની કલાના કામણ વધાવ્યા

શહેરની ખ્યાતનામ ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલના વાર્ષિક ઉત્સવ ‘ગ્રીનવુડ ગ્લીટર ૨૦૧૯’નું હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રો. પ્રાઈમરીથી ગ્રેટ ટેન સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા એક મહિના અગાઉથી પ્રેકટીશ કરવામાં આવી હતી જેની તકેદારી અને સંચાલન શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતુ. જેથી આ સમગ્ર અયોજનમાં બાળકોની મહેનત રંગ લાવી હતી.Vlcsnap 2019 04 25 12H15M18S704

કાર્યક્રમની શ‚આત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. અને ત્યારબાદ વિદ્યાર્થીની દ્વારા ગણેશ સ્તુતિ ઉપર સુંદર મજાનું નૃત્ય પ્રસ્તુતી કરવામાં આવી હતી અને દુંદાળાદેવના આર્શીવાદ લીધા બાદ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો. બાળકોના નૃત્ય જોઈને તેમના માતા પિતા પણ ખૂબજ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ ઘણા બધા કાર્યક્રમ જેવા કે સ્ત્રી સશકિતકરણ, સ્કેટીંગ ડાન્સ બાળકો દ્વારા મહાત્મા ગાંધીના જીવન આધારીત પ્રસ્તુતી, માઈમ આર્ટ, નૃત્ય અને લાઈવી મ્યુઝીક ગણેશ સ્તુતી,સેવટાઈગર, જેવી કલાકૃતિ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.Vlcsnap 2019 04 25 12H15M33S383

વિદ્યાર્થીઓમાં રહેલી આવડત ખીલે તેથી તેમની કારકીર્દીને લાભ થાય સાથે પર્યાવરણને લઈને જાગૃતી આવે દેશ પ્રેમની ભાવના કેળવાય તેવા હેતુ સાથે સાથે આ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની સફળતાનો શ્રેય શિક્ષકો અને મેનેજમેન્ટના શીરે: ડો. હેતલ પરીખVlcsnap 2019 04 25 12H25M46S198

ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલના પ્રીન્સીપલ ડો. હેતલ પરીખે અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે બાળકોની કલા વિકશે માટે ગ્રીનવુડ ગ્લીટર્ઝ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રીપ્રાઈમરીથી ગ્રેટ ટેનના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્ત્રીસશકતીકરણ, સ્કેટીંગ ડાન્સ, ગણેશ સ્તુતી વગેરે ડાન્સનો તેમજ કૃતિઓની પ્રસ્તુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ એજ માત્ર કે વિદ્યાર્થીઓમાં રહેલી આવડતો ખીલે અને દેશપ્રેમ કેળવાય તે માટેનું હતુ. સફળતાનો શ્રેય ટીચર અને મેનેજમેન્ટના શીરે જાય છે. બાળકો અને તેમના માતા પિતા ખૂબજ ઉત્સાહીત રહ્યા છે.

ગણેશ સ્તુતી અને સેવ ટાઈગર જેવી  પ્રસ્તુતી કરતા માનસી અને ધ્રુવUntitled 1 54

ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થી માનસી એ જણાવ્યું હતુ કે સ્કુલ ના બાળકો દ્વારા એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બધી જ વિદ્યાર્થીનીઓ એ ખૂબજ મહેનત કરી અને ૧ મહિનાની પ્રેકટીસ પછી આ એન્યુઅલ ફંકશનમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ માણીએ છીએ અમારા પ્રસ્તુતીનું નામ ગણેશ સ્તુતી છે. ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કુલનો વિદ્યાર્થી ધ્રુવ કે જે ધો.૮માં અભ્યાસ કરે છે અને અમારા ડાન્સનું નામ સેવટાઈગર છે. અને અમે આ ડાન્સનો પ્રેકટીસ અમે એક મહિનાથી કરીએ છીએ. અને અમે લોકો ખૂબજ ઉત્સાહીત છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.