Abtak Media Google News

અમુલ સર્કલી એરપોર્ટ સુધીનો ૧૦ કિ.મી.નો રોડ-શો ૫૦ મિનિટમાં પૂર્ણ: ચાલુ વરસાદે કલાકો રાહ જોનાર શહેરીજનોને મળી મોદીની આછેરી ઝલક

જન શૈલાબનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન

વડાપ્રધાન બન્યા બાદ પ્રમ વખત રાજકોટને આંગણે પધારેલા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અને ફૂલડે વધાવવા માટે રાજકોટવાસીઓમાં આસમાની ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ વડાપ્રધાનનો ૧૦ કિ.મી.નો લાંબો રોડ-શો સડસડાટ માત્ર ૫૦ મીનીટમાં જ પૂર્ણ ઈ જતા નગરજનો ભારે નિરાશા ઈ ગયા હતા અને સર્વત્ર એક જ ચર્ચા ચાલતી હતી કે, જેવી જમાવટ કરી હતી તેવી મજા રોડ-શોમાં ન આવી. ચાલુ વરસાદમાં કલાકો સુધી લોકપ્રિય નેતાની રાહ જોતા લોકોને રોડ-શો દરમિયાન માંડ મોદીની આછેરી ઝલક જોવા મળી હતી.

Dsc 0131ગઈકાલે ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રાજકોટ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન પૂર્વે જ શહેરમાં મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવતા સર્વત્ર ચર્ચા ચાલી હતી કે, સાંજે મોદીનો રોડ-શો શે ? આફતને અવસરમાં પલટાવી નાખવામાં માહિર એવા નરેન્દ્રભાઈ મોદીએ ઝરમર વરસાદ અને મેઘાવી માહોલ વચ્ચે અમુલ ચોકડીી એરપોર્ટ સુધીના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં રોડ-શો કર્યો હતો. શહેરીજનોને એવી આશા હતી કે વડાપ્રધાનનો ૧૦ કિ.મી.નો લાંબો રોડ-શો ત્રણ ી ચાર કલાક ચાલશે અને સુરત કરતા પણ રાજકોટનો રોડ-શો વધુ જમાવટ લેશે. પરંતુ રાજકોટવાસીઓની આ આશા પર પાણી ફરી વળ્યું હતું. વડાપ્રધાનનો ૧૦ કિ.મી.નો રોડ-શો માત્ર ૫૦ મીનીટમાં પૂર્ણ ઈ ગયો હતો. રોડ-શો દરમિયાન મોદી એક પણ સ્ળે ોડીવાર માટે પણ રોકાયા ન હતા. માત્ર રોડની બન્ને સાઈડ વારા ફરતી હા ઉંચા કરી અભિવાદન ઝીલતા હતા.

Vlcsnap 2017 06 30 08H48M21S170વડાપ્રધાન સો આ રોડ શોમાં મુખ્યમંત્રી ઉપરાંત ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના આગેવાનો જોડાયા હતા. તેનો પ્રારંભ આજી ડેમ ચોકડીી યો હતો. અહીં લોકોની ભારી ભીડ જામી હતી. માર્ગો ઉપર મહાનુભાવોને આવકારતા મોટો કટઆઉટ અને બેનર લગાવવામાં આવ્યા હતા. રોડ શોના પ્રારંભે જ લોકોનો અનુઠો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેઘરાજાની અમિવૃષ્ટિી પણ ધીમીધારે ઇ હતી, તેની સો જનઉત્સાહનો પણ સંચાર યો હતો.

આ કાફલામાં Img 8295આગળ વડાપ્રધાન કારમાં છતનો ડોર ખોલી અને એમની પાછળ ખુલ્લી કારમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. બાદમાં અમૂલ સર્કલ પર પહોંચ્યો હતો. ત્યાં પણ મહાનુભાવોનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. અહીંી લોકાભિવાદન ઝીલતા ઝીલતા સમગ્ર કાફલો ચુનારાવાડ ખાતે પહોંચ્યો હતો. ત્યાં સર્કલને ભવ્ય શો આપવામાં આવ્યો હતો. અહીં પણ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

રાજકોટી પોતાની જીવનની પ્રમ ચૂંટણી લડી સીએમ અને ત્યારબાદ પીએમ બનેલા નરેન્દ્રભાઈ મોદીને ઉમળકાભેર આવકારવા માટે લોકોમાં જોરદાર નગનાટ જોવા મળતો હતો. રોડ-શોના ‚ટ પર લગભગ તમામ સમાજના લોકો દ્વારા મોદીને સન્માનવા માટેના ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. પરંતુ મોદીની કાર રોડ-શોના ‚ટ પરી સડસડાટ નીકળી જતા આયોજકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. સર્કલોને પણ દુલ્હનોની માફક શણગારવામાં આવ્યા હતા. પરંતુ અહીં પણ મોદીએ ઘડી વિરામ લીધો ન હતો. શહેરમાં

મીની રોડ-શોમાં ભારે  જમાવટ: વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યા

Vlcsnap 2017 06 30 09H09M01S32વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૦ કિ.મી.ના મુખ્ય રોડ-શો કરતા રાજકોટવાસીઓને એરપોર્ટી રેસકોર્સ મેદાન સુધીના મીની રોડ-શોમાં ભારે મજા આવી હતી. જયારે રાજકોટમાં મોદીનું આગમન યું અને તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે અહીં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. નાદ સંભળાતા વડાપ્રધાન તમામ પ્રોટોકોલ તોડી પોતાની કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા હતા અને એક સાઈડનો દરવાજો પકડી બીજા હાી લોકોનું અભિવાદન ઝીલતા હતા. તો કારની બીજી સાઈડ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલવા માંડયા હતા. મેઈન રોડ-શોમાં જેટલી જમાવટ જોવા ન મળી તેટલી જમાવટ મીની રોડ-શોમાં મળી હતી. સામાન્ય રીતે પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન એરપોર્ટી ઉતર્યા બાદ સીધા જ કાર્યક્રમના સ્ળ પર પહોંચી જતા હોય છે પરંતુ રાજકોટવાસીઓના પ્રેમે વડાપ્રધાનને પ્રોટોકોલ તોડવા માટે રીતસર મજબુર કરી દીધા હતા.

ઘર ઘર મોદી ડિજિટલનો ઝગમગાટ

  • (૧) ધી‚ભાઇ સરવૈયા-કીર્તીદાનની મોજ                    ૨ ,૦૫,૦૦૦          રીચ
  • (ર) કિર્તીદાન ગઢવી – ઉર્વશી રાદડીયા નો ડાયરો        ૧,૮૨,૦૦૦           રીચ
  • (૩) બ્રિજરાજદાન ગઢવી – ઉર્વશી રાદડીયાની જમાવટ  ૧,૮૦,૦૦૦           રીચ
  • (૪) દિવડો ઝગમગ મહાઆરતી                             ૨,૯૦,૦૦૦           રીચ
  • (પ) મીનીટ- ટુ – મીનીટ કવરેજ                            ૨,૫૦,૦૦૦           રીચ
  • (૬) રંગીલું  રંગીલું રાજકોટ                                   ૩,૦૦,૦૦૦           રીચ

અબતક ફેસબુક ૧૪,૦૦,૦૦૦ રીચ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.