વિશ્વ હિન્દુ પરિષદ પરિવારને “ગોરબ નિર્મિત ગણેશ”ની પ્રતિમા આપી અભિવાદન કરતા ડો. વલ્લભભાઇ કથીરીયા

ભારત સરકારના  રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ વિશ્વ હિન્દુ પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર (અયોધ્યા) માં ૫ મી ઓગષ્ટ થનાર રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માંટે  સૌરાષ્ટ્ર તીર્થ ક્ષેત્રની પવિત્ર માટી અને જળના દર્શન કર્યા બાદ ડો. વલ્લભભાઈ કથીરિયાએ વિશ્વ હિન્દુ પરીષદના નિતેશભાઈ કથીરિયા, બજરંગ દળના મહેશભાઈ ચૌહાણ, નવનીતભાઈ ગોહેલ (અદા) સહિતના પદાધિકારીઓ સાથે “ગોબરમાંથી ગણેશના નિર્માણ અને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ થકી ગૌસેવાના સત્કાર્ય અંગે બૃહદ વિચાર-વિમર્શ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ આ શુભ કાર્યમાં તન, મન, ધનથી જોડાશે તેવી ખાતરી સૌ પદાધીકારીઓએ આપી હતી. ડો. કથીરીયા અને ખેતાણીએ  ગોબરમાંથી નિર્મિત ગણેશજીની પ્રતિમા આપીને વિશ્વ હિન્દુ પરિષદ પરિવારનું અભિવાદન કર્યું હતું.

Loading...