તમારી ગ્લોસી લિપ્સટીકને આપો મેટ લુક….!!

MATTE LIPSSTICK
MATTE LIPSSTICK

કોઇ પાર્ટી અટેન્ટ કરવી હોય કે ફંક્શન ઇવનિંગ માટે મેટ લુક પરફેક્ટ છે. આમ પણ છોકરીયો મેકઅપને લઇને ઘણી વખત ક્ધફયુઝ થતી હોય છે. દરેક છોકરી તેવું અનુભવતી હોય છે. કે તેમની પાસે મેકઅપ હોવા છતા પણ કશુંક અધુરુ લાગતુ હોય છે. તેમના માટે અમે લાવી ગયા છીએ સોલ્યુશન, અસરકારક બ્યુટી હેક અપનાવી જુઓ કારણ કે તે તમને ખૂબ જ ગમશે.

તમારે માત્ર ૨ વસ્તુની જરુર છે જે તમારા લિપ્સ્ટિીકને મેટ લુક આપશે તે છે ટ્રાંસપેરેન્ટ પાઉડર અને ટીશુ પેપર, હવે તમે વિચારતા હશો કે ટીશુ પેપરથી કઇ રીતે મેટ લિસ્ટીક બને તો તમને હવે તેની વિધી પણ દઇએ. હવે ટીશુ પેપર પર બ્લશીંગ બ્રથથી થોડો પાઉડર લગાવો હવે તમારી ગ્લોસી લિપ્સટીંકને લગાવી પાઉડર વાળા ટીશુને હોઠ પર લગાવી બાદમાં બંને હોઠને ભિસી લો.

હવે જો પાઉડર હોઠની આસપાસ લાગી ગયો હોય તો તેને સાફ કરો. આ સિમ્પલ સ્ટેપથી તમારી ઓર્ડીનરી ગ્લોસી લિપ્સટીક પણ એક્ટ્રાઓર્ડિનરી મેટ લૂક આપશે ઘણાં લોકો ટીશુને બદલે આંગણાના ટેરવાનો ઉપયોગ કરતા હોય છે. પણ નિષ્ણાંતો કહે છે કે તેનાથી પરફેક્ટ મળતુ નથી અને ટીશુ ફિલ્ટરની જેમ કામ કરે છે.

આમ ટ્રીક્સથી તમે પણ બની શકો છો સ્માર્ટ અને ઓર્ડીનરી મેકઅપને આપી શકશો એક્સટ્રા ઓર્ડિનરી લૂક.

Loading...