Abtak Media Google News

સરકાર તેમજ ઓબીસી કમીશનને નોટિસ પાઠવી સુનાવણી ૧૨મી જૂન પર મુલત્વી રાખતી હાઈકોર્ટ.

કડવા પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની દાદ માગતી રીટ ગુજરાત હાઈકોર્ટમાં ઈ છે. ગુજરાતમાં પાટીદારો અનામત માટે છેલ્લા ૩ વર્ષી સરકાર સામે લડી રહ્યાં છે. જો કે, હજુ અનામત મળી નથી ત્યારે પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની દાદ માંગતી રીટ પીટીશન હાઈકોર્ટમાં થતાં ફરી મામલો ગરમાયો છે.

અરજદાર પાટીદાર સમાજના પ્રમુખ દ્વારા ઓબીસી આયોગ સમક્ષ અરજી કરવા છતાં હજુ કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કેસની વિગતોનુસાર અરજદાર અંબાલાલ પટેલે એડવોકેટ વિશાલ દવેના માધ્યમી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રજૂઆત થઈ છે કે, ઓબીસી આયોગ સમક્ષ અરજી કરવા છતાં નિર્ણય લેવાયો નથી.

રજૂઆતમાં કહ્યું છે કે, અનામતની નીતિના અમલ સથે જ ઓબીસી પોલીસીમાં કેટલીક ખામીઓ રહેલી છે. ઓબીસીમાં પણ જે સક્ષમ કોમ હતી તેમને વધુ લાભ મેળવી લીધો છે. ખરેખર જરૂરીયાતમંદ લોકો સુધી નીતિના લાભ પહોંચી શકયા ની. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જુદી જુદી જ્ઞાતિઓને કઈ રીતે ઓબીસીમાં સામેલ કરવી તે સરકારે નકકી કરવાનું હોય છે. ગુજરાતમાં અન્ય પછાત જ્ઞાતિ બાબતે પછાત જાતિ વિકાસ કમીશન દ્વારા અવાર-નવાર પુન: મુલ્યાંકન કરવામાં આવવું જોઈએ.

પાટીદાર અનામત આંદોલને સમગ્ર રાજયને હચમચાવી દીધું હતું. આંદોલનના પડઘા ચૂંટણી ઉપર પણ પડયા હતા. કેટલીક સીટો ભાજપે પાટીદાર આંદોલનના કારણે ગુમાવી હતી. પાટીદારો અનામત મેળવવા લડી લેવાના મુડમાં છે. જેના ભાગરૂપે હાલ કડવા પાટીદારોએ હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી છે. વીસનગર તરફના મોટી બાવન કડવા પાટીદાર સમાજને ઓબીસીને સમાવવાની માંગ કરતી રીટ પીટીશન થતાં ફરીથી આ મુદ્દો ઉંચકાયો છે.

આ કેસમાં હાઈકોર્ટના ન્યાયાધીશ એ.જે.શાથી સુનાવણી હા ધરશે. વેકેશન બાદ તા.૧૨ જૂન સુધી સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ઓબીસી કમીશનમાં રજૂઆત કરવાના પગલે પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દિક પટેલ અલગ મત ધરાવે છે. તેમણે આ પગલાનો વિરોધ પણ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.