Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણના સવંત્સરી મહાપર્વના અંતિમ મંગલ પ્રભાતે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ડુંગર દરબાર ગુંજી ઉઠ્યો હતો

પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસ સંવત્સરીના મંગલ પ્રભાતે પરમપૂ.ગુરુદેવો દિવ્યત્માના જયજયકાર સાથે આજની ધર્મસભાનો શુભારંભ થયો હતો. આજના સંઘપતિ તરીકે  રાજકોટના જીતુભાઇ બેનાણી પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે આજની ધર્મસભાનો લાભ લીધો હતો.સાથે સાથે સ્વ.માતુશ્રી રમીલાબેન હરકીસનભાઈ બેનાણીની વૈયાવચ્ચ, ભક્તિ, સેવા , માનવતા, જીવદયા, કરુણાને યાદ કરી, બેનાણી પરિવારની સેવાભાવનાને રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ બિરાદાવી હતી.2 35૬૦થી વધારે તપસ્વીઓ જેમણે ધર્મચક્ર અને સિધ્ધતપની તપશ્ચર્યા કરી હતી તેને સકળ સંઘે જયઘોષ સાથે જયજયકાર અને ભાવપૂર્વક આવકારીને તમામને સાફા પહેરાવીને ગુરુદેવના આશીર્વાદ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

સંવત્સરીના મંગલ પ્રભાતે પ્રભુ મહાવીર, =ઘપૂ.ગણધરો પૂ.ગુરુભગવંતોને અહોભાવપૂર્વક વંદના કરતાં આજના ધર્મસભાનો પ્રારંભ પૂ.ગુરુદેવે કરાવ્યો હતો.આજના દિવસે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ માનવીય સંબંધોનો મહામંત્ર એવો દેવાનુપ્રિય!!!!!! શબ્દનો શ્રેષ્ઠ મહામંત્ર આપ્યો હતો.આજે પ્રતિક્રમણ બાદ સર્વેને દેવાનુપ્રિય!! નામનું સંબોધન કરી અને ક્ષમાપના યાચવાનો ગુરુમંત્ર આપ્યો હતો.

3 25 જેના હૈયાના બંધ ઘરમાં તમારા દ્વારા આપેલા ત્રાસની વાસ છે તેને દેવાનુપ્રિય!! મંત્રનાં એર ફ્રેશનર દ્વારા સુવાસમાં ફેરવી નાખવાની ક્ષમાપના કરવાની પ્રેરણા આપી હતી. જે ખમાવે છે તે આરાધક છે, જે ખમાવતો નથી તે વિરાધક છે!!!પૂ ગુરુદેવે ક્ષમાપનાનું મહત્વ સમજાવતાં કહ્યું હતું.

જે સાચા હૃદયથી ખમાવતા નથી તે ભૂતકાળ બની જાય છે, જે સાચી ક્ષમાપના કરે છે તેના ભવાંતર સુધરી જાય છે.આજના સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરી.ચોર્યાસીલાખ જીવોને ખમાવીને મારા મૃત્યુ પહેલાં મારા પ્રોબ્લેમનું મૃત્યુ કરવાનું અને યલજ્ઞ ને લજ્ઞ કરવો છે અને હયિં લજ્ઞ કરવું છે તેવો સંકલ્પ પૂ.ગુરુદેવે કરાવ્યો હતો.ભાવિકોને ભવ્યાત્માને સંબોધનથી પૂ.ગુરુદેવે સંબોજઝ….ના નાદ સાથે ઢંઢોળ્યો હતો.

તમામ ભાવિકોએ ,હે પરમાત્મા!બે હાથ જોડી,મસ્તક ઝૂકાવી વિનંતી કરું છું કે હે નાથ! મારા મસ્તક પર તમારી કૃપાનો  વરસાદ વરસાવીને તમામ દુર્ભાવો દૂર થાય અને મારો આત્મા શુદ્ધિને પામે, સિદ્ધિને પામે એકવાર આવીને મને સુધારો…. મારી સંવત્સરીને સુધારો.!!!! એવો પોકાર કર્યો હતો. રાજકોટવાસીઓને તથા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને બિરદાવતા પૂ.ગુરુદેવે ભાવિકોનીતપશ્ચર્યા ,પ્રેમ,લાગણી,વૈયાવચ્ચ  માટે ખૂબ ગૌરવ,ગર્વ,વિશ્વાસ,પ્રેમ આશીર્વાદવચનો વ્યક્ત કર્યા હતાં.

શ્રાવકધર્મના ચાર વ્રતો પૈકી દાન,શીલ,તપ,ભાવ પૈકી શીલવ્રતનું મહત્વ સમજાવતાં ભાવિકોને સંયમ દિક્ષાના બીજ સમાન શીલવ્રત લેવાની પ્રેરણા પૂ.ગુરુદેવે  કરી હતી.જે ઉપક્રમે ૧૭થી વધારે યુગલમાં શીલવ્રત(ચતુર્થ વ્રત) એટલે કે નાનીદિક્ષાના પચ્ચખાણ કરાવતાં રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ આશીર્વાદ સાથે મહાત્યાગના પંથ પર આગળ વધવા બદલ આશીર્વાદની અમીવર્ષા કરતાં સમગ્ર ધર્મસભા શીલધર્મનાં જયકારથ૪ ગુંજી ઊઠી હતી.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દરમિયાન ચાલતાં  શક્ષક્ષયિ ભહયફક્ષશક્ષલ ભજ્ઞીતિય ના અંતિમ દિવસે નિર્વિકલ્પ  , નિસ્પૃહી બનવાના સંકલ્પ સાથે પૂ.ગુરુદેવે આઠ દિવસીય શિબિરનું સમાપન આજની ધ્યાન સાધના સાથે કરાવ્યું હતું.આઠ દિવસ દરમિયાન જીવની અંદર રહેલાં અહંકાર,રાગ,દ્વેષ,મોહ,લોભ,ઈર્ષ્યા જેવાં અનેક કષાયોને ધ્યાન સાધના દ્વારા દૂર કરી અને આંતરશુદ્ધિ કરાવી હતી.

સંબંધ માત્રની ક્ષણિકતા સમજાવતાં સઁકલ્પ કરાવ્યો હતો કે, હે પ્રભુ!હવે મારે સંસારના બંધનમાં બંધાઈને,અન્યને પીડા આપતાં શરીરને ગ્રહણ કરીને હવે સંસાર સાગરમાં ડૂબકી નથી મારવી,એવી અપૂર્વ ક્ષણ આવે જ્યારે હું દેહાતીત થઈને આત્મભવમાં સ્થિર થાઉં.આજના દિવસનો ટાસ્ક આપતાં પૂ.ગુરુદેવે જેના પ્રત્યે અભાવ છે તેના ચરણમાં મસ્તક મૂકી અને રડતાં હૃદયે ક્ષમાપના યાચવાની આજ્ઞા કરી હતી.

એકવીસ વર્ષ બાદ રાજકોટ રોયલ પાર્ક ઉપાશ્રયના આંગણે  ૭૫ થી વધુ સંત સતીજીઓના સમૂહ ચાતુર્માસની ભવ્યાતિભવ્ય ઉજવણી પ્રસંગે ભાવિકોના હૃદયમાં ભક્તિ સાથે તપશ્ચર્યાનો પણ આવિર્ભાવ થયો હતો. ૭૧૬ જેટલાં ભાવિકોએ ૬૦ઉપવાસ,  ૩૬ ઉપવાસ, માસક્ષમણ,સિધ્ધીતપ ધર્મચક્ર, સોળભથ્થુ, અગિયાર ઉપવાસ,નવ્વાઈ અઠ્ઠાઈ છકાઈ તથા અઠઠમ તપનીઆરાધના કરી છે તમામ તપસ્વીઓના સમૂહ પારણાનું આયોજન પૂ.ગુરુદેવની નિશ્રામાં ડુંગર દરબાર મુકામે શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.