‘ચોટીલા હાઈવેથી ડુંગરના પગથિયા સુધી રોડ બનાવવા સરકારી બાબુઓને સદબુધ્ધિ આપો’

લે બોલ….ચામુંડા માતાજીને લખ્યો પત્ર

ર્માં ચંડી ચામુંડાને ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિએ અરજ કરતો પત્ર લખ્યો

ચોટીલા હાઈવેથી ડુંગરનાં પગથિયા સુધી રોડ બનાવવા ર્માં ચંડી ચામુંડા સરકારી બાબુઓને સદબુધ્ધિ આપો તેવી અરજ કરતો પત્ર ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિએ ર્માંના ચરણોમાં થર્યો છે.

પત્રમાં જણાવ્યા મુજબ ર્મા જગત જનની, દુ:ખ હરણી, માં ચંડી ચામુંડા દેવી ચોટીલા જયાં તમારા પવિત્ર બેસણા છે.અને ચંડ અને મૂડ નામના રાક્ષસોનો સંહાર કરી જયારે તમે પાંચાળ પ્રદેશનાં પવિત્ર વિસ્તારમાં ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન થયા છો અને હજારો લાખોની સંખ્યામાં તમારા વિશ્ર્વાસે આસ્થા રાખી માનતા રાખી ગરીબ અમીર નાના મોટા ઘણા બધા યાત્રાળુઓ આવતા હોય અને પહેલાનાં સમયમાં તો વ્યવસ્થા ન હતી પણ હવે સમય બદલાય ચૂકયો છે. રોડ રસ્તા વાહન વ્યવહારની સુવિધા મળી છે. તો ર્માં અમે તુચ્છ માણસો વારંવાર તમારા દર્શને આવનાર દરેક યાત્રાળુ નગરજનો માટે સુવિધાના રૂપે આજનાં સમયની ગુજરાત સરકાર અને તંત્રને અલગ અલગ માધ્યમથી રજુઆતો કરેલ કે ચોટીલા નેશનલ હાઈવેથી માર્ં ચંડી ચામુંડાનાં ડુંગરનાં પગથીયા સુધી નવો રોડ બનાવીઆપે.પણ માં ચંડી ચામુંડા દેવી અત્યારના સમયમા આપની શકિત અને આપના અસ્તીત્વને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સરકારમાં બેઠેલા ઘણા નેતાઓ ચોટીલા આવે તો માત્ર તમારા દર્શન કરવા પૂરતા જ આવે છે.

પણ કોઈ નેતા એવું વિચારતા નથી કે માર્ંના દર્શન કરવા આવતા દરેક શ્રધ્ધાળુઓને સારી સુવિધા રૂપે સારો માર્ગ આપવામાં આવે તો કદાચ સાચા અર્થમાં નિ:સ્વાર્થ સેવા તમારા ચરણોમાં અર્પણ કરી કહેવાય. ર્માં તમે આ સરકારમાં બેઠેલા નેતા અને તંત્રને સદબુધ્ધિ આપો કે તમારા સુધી આવતા દરેક યાત્રાળુ માટે સારો માર્ગ મંજૂર કરી રસ્તો બનાવી આપે.

Loading...