Abtak Media Google News

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઇ-કમીટી દ્વારા ગુજરાતને અન્યાય થયાનું જણાવી જામનગર બાર એસો. ઓનલાઇન પ્રોસેેસ માટે વધુ સમય આપવાની માગણી કરી છે.

સમગ્રદેશમાં કોરોનની મહામારીના કારણે કોર્ટો સદંતર બંધ હોવાી જામનગર સહિતના વકીલમંડળના સભ્યો ડિપ્રેશનમા આવિગયા છે, તેવા સંજોગોમાં જુલાઈમહિનામાં બારકાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઇ-કમીટી દ્વારા દેશના વિવિધ રાજ્યોમાી બારકાઉન્સીલના સભ્યોની વિગતો મેળવવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં ગુજરાતનાં એકપણ જિલ્લાની બારકાઉન્સિલને આ પરિપત્ર ના મળતા જામનગર અને ગુજરાતનાં અન્ય જિલ્લાના વકીલો રોષે ભરાયા છે.

કેન્દ્ર સરકારની ગાઈડલાઇન અનુસાર બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાત, પશ્ચિમ બંગાળ, મણિપુર, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, અને જમ્મુકાશ્મીર રાજ્યના બારકાઉન્સિલના સભ્યોની વિગતો માટેનો પરિપત્ર તા. ૨૪-૭૨૦૨૦ના રોજ પાઠવવામા આવ્યો હતો, પરંતુ ગુજરાત બાર કાઉન્સિલને આ પરિપત્ર ના મળતા ગુજરાત રાજયના તમામ વકીલ મંડળના સભ્યો અને હોદેદારો રોષે ભરાયા છે તેમજ આ કામગીરી માં વિલંબ થાય તેમ હોય તો જામનગર બાર એસોસીએસન ને વકીલ ની વિગતો એકઠી કરવા માટે વધુ સમયની  માંગ કરી છે તેમ જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત એસ. સુવા અને મનોજ ઝવેરીએ જણાવ્યુ હતું . બાર કાઉન્સિલના પરિપત્રમાં તા. ૧૦-૮-૨૦૨૦ સુધીમાં રાજ્યના જુદા જુદા જિલ્લાના વકીલ મંડળના સભ્યોની વિગતો આપવાની છે જેમાં વકીલતની પ્રેક્ટિસ તેમજ રહેઠાણના પુરાવા, સનદનંબર,મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઇડી સહિતની વિગતો માત્ર ત્રણ દીવસમા એકઠી ક્રરવા માટે સમય ખૂબ ઓછો છે આથી જામનગર વકીલ મંડળના સભ્યો ઉંધામો કામગીરીમાં લાગ્યા છે. જામનગર વકીલ મંડળના ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા વકીલો છે જે તમામની વિગતો માત્ર ત્રણ દિવસમાં એકઠી કરવી અને ઓનલાઈન પ્રોસેસ કરવી અત્યંત જટિલ છે તેમ વકીલ મંડળે જવણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.