Abtak Media Google News

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા જામનગરમાં સામુહિક બળાત્કાર નો ભોગ બનનાર પીડિતા અને હાથરસ માં બનેલ સામુહિક બળાત્કાર અને હત્યાનો ભોગ બનનાર પીડીતાને ન્યાય આપવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ને જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવ્યું હતું અને બળાત્કારીઓને સખતમાં સખત સજા કરી ફાંસીની સજા આપી પીડિતા ને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

લોકશાહીનો અવાજ દબાવવા કોંગ્રેસ પાર્ટીના કેન્દ્ર યુવા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તથા આગેવાનો પીડિતાના પરિવારને સાંત્વના પાઠવવા જતાં હતાં ત્યારે ઉત્તરપ્રદેશની પોલિસે ગેરવર્તણૂક તથા ધરપકડ કરી અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપર બેરહમીથી લાઠીચાર્જ કર્યો હતો તે તદન ગેરકાનૂની અને તાનાશાહી ગુંડાગર્દી કરી છે તે સમગ્ર દેશમાં આક્રોશ છવાયો છે,આ બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ અને સહયોગી પોલીસની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તથા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરાઇ છે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જિલ્લા સંગઠન મંત્રી કે.પી બથવાર, જિલ્લા પંચાયતના પ્રવીણભાઈ માધાણી, ઉપપ્રમુખ વશરામભાઈ, અરોગ્ય સમિતિ ના અરવિંદભાઇ ગજેરા, જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી મારવીયા, સંજયભાઈ ભલોડિયા, મહિલા પ્રમુખ નૈંનબા જાડેજા, પ્રદેશ મહિલા મંત્રી પુજાબેન, જિલ્લા ઉપપ્રમુખ અમીનભાઈ, એસ ટી સેલ ના પ્રમુખ રમેશભાઈ પારઘી, શહેર કોંગ્રેસના અગ્રણી અશોકભાઈ ત્રિવેદી, કોર્પોરેટર અસ્લામભાઈ ખીલજી, હાજી રિઝવાન જુનેજા, યુથ ના પ્રદેશ મંત્રી શક્તિસિંહ જેઠવા, યુથ ના પ્રમુખ તોષીફખાન પઠાણ, ગજઞઈંના પ્રમુખ માહિપાલસિંહ, તાલુકા પ્રમુખ, ઉપેન્દ્રસિંહ, લાલપુર તાલુકા પ્રમુખ મહાવીરસિંહ, લોકસરકારના જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ, પી.આર જાડેજા, રેવતુભા જાડેજા, જુમ્માભાઈ, કાસમભાઈ જોખીયા, પંકજભાઈ અમાસરા, જે.ટી.ચદ્રપાલ, ડેનીભાઈ, હનીફભાઈ, યાકુબભાઈ, પ્રવીણભાઈ જેઠવા અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.