રોજ પક્ષીઓને આપો આ વસ્તુ દૂર થશે બધા દોષ

139

ગરમીના કારણે દરેક ઘરમાં, ઓફિસ કે ધાબા પર પક્ષીઓ માટે પાણી અને દાણા રાખવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે શાસ્ત્રોમાં આવું કરવાનું કેમ કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જે વ્યક્તિ આ પક્ષીઓને પાણી દાણા આપે છે તેની કુંડળીમાં વિરાજીત ગ્રહ તેની ખરાબ દશાને સુધારીને સારુ પરિણામ આપે છે. સાથે જે લોકો નિયમિત રીતે પક્ષીઓને પાણી પીવડાવે છે તેને સંતાન પ્રાપ્તિ થાય છે. જેથી નિ:સંતાન દંપતીઓને પક્ષીઓ માટે પાણી રાખવાની સલાહ આપે છે.

જો તમે નિયમિત રીતે પક્ષીઓ માટે પાણી અને દાણા નાખો છો તો તમને નવા ઘરની પ્રાપ્તિ પણ થાય છે. જો નવુ ઘર ખરીદી લીધા બાદ પણ તમે તેમા રહેવા જઇ શકતા નથી તો તમારી આ મુશ્કેલી પણ આ ઉપાય દ્વારા દૂર કરી શકાય છે. તેની સાથે જ તમે જરૂરિયાતમંદોને પણ ઠંડા પાણી આપો છો તો તમારા ઘણા દુ:ખ દૂર થઇ જાય છે.

જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર, પક્ષીઓને પાણી પીવડાવવાથી તમારી કુંડળીના 7 દોષ સમાપ્ત થાય છે. સાથે–સાથે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ આ એક એવો ઉપાય છે જે તમારા જીવનમાંથી ઘણી પરેશાનીઓ સમાપ્ત કરી શકે છે. આ ઉપાયથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છ.

Loading...