ગીરસોમનાથ: પહેલી નવેમ્બરથી સિંચાઈ વિભાગની કાર્યપાલક ઈજનેર કચેરી કાર્યરત થશે

ગીર-સોમનાથ જિલ્લો બન્યા બાદ વિવિધ કચેરીઓ જીલ્લામાં કાર્યરત છે. જેમાં વહીવટી તંત્રના નવા પગલા મુજબ ગીર સોમનાથ જીલ્લાની નાયબ કાર્યપાલક કચેરીને અપગ્રેડ કરી તા.૧.૬.૨૦ થી ગીર-સોમનાથ જિલ્લાના સ્વતંત્ર કાર્યપાલક ઈજનેરની કચેરી ફાળવી દેવાઈ છે. જે ઓફીસને બેસવા માટેનું બિલ્ડીંગનું રીનોવેશન નવું બાંધકામ સહિતની સંપૂર્ણ તૈયારીઓ જિલ્લાના નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના ઉપરનાં માળે થઈ રહી છે.તેમ જિલ્લા સિંચાઈ આસી ઈન્જી. એન.બી. સિંઘલે જણાવ્યું હાલ આ કચેરી પોરબંદર ખાતે ફરજ બજાવી રહી છે. પરંતુ ઓફીસ અંગેનું સંપૂર્ણ કામ ઓકટો. અંતમાં પૂરૂ થઈ જશે ત્યારે અહી સ્થળાંતર કરવામાં આવશે જેના કાર્યપાલક ઈજનેર બી.કે. વાલગોતર રહેશે. આ ઓફીસનું કાર્યક્ષેત્ર સમગ્ર ગીર સામેનાથ જિલ્લો રહેશષ જેમાં મધ્યમ સિંચાઈ ડેમોની યોજના, બંધારા, જિલ્લા પંચાયત શીવાયના તમામ ચેક ડેમો આવરી લેવાશે. અત્યાર સુધી આ જીલ્લાના ખેડુતો, અરજદારો કોન્ટ્રાકટરોને જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અલગ અલગ સબડીવીઝનોમાં જવું પડતું અને ફરિયાદ સંકલન સમિતિમાં પૂર્ણ કક્ષા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે કચેરી માટેના બિલ્ડીંગ રીપેરીંગ કામ પૂર્ણ થવા પૂરજોશમાં કાર્યરત છે. આ કચેરી શરૂ થતા પ્રજાજનો ખેડુતોને ઘર આંગણે સુવિધા મળશે બહાર જવાની હાલાકી ઘટશે તેવી આશા પ્રજાજનોમા જોવાઈ રહી છે.

Loading...