Abtak Media Google News

સુગર મીલો બંધ થવાના કારણે શેરડીનું વાવેતર કરતા ખેડુતો માટે ગોળ બનાવવાના રાબડા ઉદ્યોગ જ મુખ્ય આધાર સ્થંભ

બહારના રાજયોમાંથી આવતા ઓછા ગળપણ વાળા ગોળના કારણે ઓર્ગેનીક ગોળના ભાવો ગગડયા; ગગડેલા ભાવોનાં કારણે અનેક રાબડાઓ બંધ

શિયાળાની કડકડતી ઠંડીની સીઝન આવતા જ સૌરાષ્ટ્રમાં શેરડીના પાકનું મુખ્ય મથક ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં ગોળ બનાવવાના રાબડા ધમધમવા લાગ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી વર્ષો જુની ઉના, તાલાળા અને હવે કોડીનારની સુગર મિલો ધીમેધીમે બંધ થવા પામી છે. હાલમાં, સૌરાષ્ટ્રમાં એકપણ મોટી સુગર મિલ કાર્યરત ન હોય ખેડુતોને પોતાના શેરડીના પાકો ગોળ બનાવનારા રાબડાવાળાઓને આપવા પડે છે. ખેડુતોને રાબડા માલિકો એક ટન શેરડીના ૧૯૦૦ રૂપિયા.ચૂકવી રહ્યા છે. જેને ખેડુતો અપૂરતામાની રહ્યા છે.રાજયની અન્ય જિલ્લાઓમાં આવેલી સુગર મિલો ખેડુતોને એક ટન શેરડીના ૩ હજાર રૂપિયા. સુધી ચૂકવે છે.

Vlcsnap 2019 01 18 17H23M08S216ખેડુત હરીભાઈ પરમારે અબતક સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે શેરડીની વાત કરી તો ખેડુત તરીકે કહુ છું કે ૧૨-૧૫-૧૬ મહિના શેરડી ઉભી રહે છે. એક વિધે ૨.૫ ટન શેરડીનું બિયારણ વાવણીમાં જોઈએ અને બીજો બધો કુલ ખર્ચ ૧ વિધામાં જો બિયારણ વેચાતુ લઈએ તો છે એટલે એક વિઘે ૧૫ હજાર રૂપિયા જેવો ભાવ થાય.

અમારી જમીન રોકાય સવા થી દોઢ વર્ષ અને રાબડાવાળા ભાવ આ વર્ષે થોડાક છે બાકી તો ૭૦૦-૮૦૦ ૧૦૦૦-૧૨૦૦ રૂપિયા ભાવ આપે. અત્યારે કેટલા આપે છે? અત્યારે ૧૮૦૦ રૂપિયા  આપે છે. ૧૮૦૦થી ૨૦૦૦ વચ્ચે છે.

Vlcsnap 2019 01 18 17H17M28S157હાલ ગીર સોમનાથ જિલ્લામાં ૨૦૦ જેટલા રાબડાઓં શેરડીઓને પીલીને તેનો રસ કાઢવાનું તથા ભઠ્ઠીમાં રસ ઉકાળીને તેમાં ભીંડી ભેળવીને ગોળ બનાવવાનું કામ પૂર જોશમાં ચાલુ છે. પરંતુ જે રીતે ખેડુતો શેરડીના પૂરતા ભાવ ન મળતા હોવાની ચિંતા સેવી રહ્યા છે. તેવી જ રીતે રાબડાના માલિકો પણ ચાલુ વર્ષે ગોળના દબાયેલા ભાવોથી ચિંતિત છે. તે માટે બીજા રાજયોમાંથી આવતા ઓછા ગળળપણ વાળા ગોળને જવાબદાર માની રહ્યા છે.

Vlcsnap 2019 01 18 17H23M00S135ગીર સોમનાથના રાબડા એસોસીએશનના પ્રમુખ બાબુભાઈ ગોહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે એક ટન શેરડીમાંથી ડિસેમ્બ સુધીમાં છ મણ ગોળ ૧૨૦ કિલો જેટલુ ઉતારવામાં આવે છે. ગોળ બનાવવા માટે શેરડીને કાપી, ટ્રેકટરમાં ભરીને અહી લાવી પીલાણ કરીને તવાની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. અને તેમાં ભીંડીનો રસ ભેળવવામાં આવે છે. અને દેશી ગીર સોમનાથનો ગોળ બનાવવામાં આવે છે.

આપણા ગોળમાં ગુજરાત સરકારે ૮૦% ગળપણ વાળો ગોળ બનાવવાનું ફાયદાકીય રીતે ફરજીયાત કહ્યું છે. બહારનાં રાજયોમાં ૮૦% ફરજીયાત નથી, બહારના રાજયોમાં ૮૦%થી નીચેનો ગોળ બનાવી શકાય છે. તેમજ બહારના રાજયોમાં દા‚બંધી ન હોવાથી તેઓ ૮૦%થી નીચેનો ગોળ બનાવી શકે છે. તો અમે જે ૧૨૦ કિલો ગોળ એક ટને બને છે. જે તેઓને ૧૪૦ કિલો જેવો ગોળ બને છે એટલે ઓછો ટકાવારીવાળો ગોળ બને છે. અમરા કરતા ગોળ ઉતારવામાં તેઓ વધી જાય છે. તે લોકોને સસ્તો ગોળ બને છે. જયારે અમારે મોંઘો ગોળ બને છે. માર્કેટમાં અમારે મુશ્કેલી થાય છે.

હાલની બજાર તો ખૂબ નીચી છે. અત્યારે ૪૭૦ રૂપિયા આજુબાજુ મણના લાલ ગોળના ભાવ છે. પીળા ગોળના રૂપિયા. ૫૨૫ જેવા જયારે રાબડા ચાલુ કર્યા ત્યારે લાલ ગોળના ૫૭૫ રૂપિયા. અને સફેદ ગોળના ૬૨૫ રૂપિયા. ભાવ હતા. જે અઠવાડીયામાં જ ૧૦૦ રૂપિયા. જેવી બજાર ઘટી ગઈ છે. અત્યારે બધા જ ખેડુતો ખૂબજ મુશ્કેલીમાં છે. શેરડીની પડતર કિંમત ૧૫૦૦ રૂપિયા. જેટલી છે. જેટલી આવક થતી નથી જેમાંથી થોડા થોડા રાબડા બંધ થવા લાગ્યા છે.

Vlcsnap 2019 01 18 17H21M29S1ગત વર્ષની સરખામણીમાં લગભગ ૩૫૦ રાબડા હતા. આ વખતે ૧૭૦ થી ૧૭૫ આખા ગીર સોમનાથ જિલ્લામાંથી ચાલુ છે ગયા વર્ષે રાબડા વાળાએ ઘણી ખોટ કરી અને ખોટને લીધે ઘણા ચાલુ કરી શકયા નથી. શેરડી પણ ઓછા વરસાદને કારણે ઓછી છે. શેરડીના જે વિકાસ થાવો જોઈએ તેવો વિકાસ નથી. વરસાદ જે થયો તે એક જ સાથે ૭૦ થી ૮૦ ઈંચ થયો ત્યાર બાદ શેરડી માટે જે હેલી થવી જોઈએ તે હેલી નથી થઈ એટલે જે શેરડી જે વિધે ૨૫-૩૦ ટન ઉતરવી જોઈએ તેને બદલે ૧૨-૧૫ ટન જ ઉતરી છે.

રાબડા માલીકોનું માનવું છે કે જયાં સુધી અન્ય રાજયોનો ઓછો ગળપણવાળો અખાધ્ય ગોળ ગુજરાતમાં આવતો રહેશે. ત્યાં સુધી આપણા ગીરના પ્રખ્યાત ગોળના બજાર ભાવ દબાયેલા રહેવાના છે. ગુજરાત માંરોજના ૧૦ હજાર ડબ્બા ગોળની માંગ છે. જેમાંથી અન્ય રાજયોનો ૮ હજાર ડબ્બા ગોળ ઘુસાડી દેવામાં આવે છે. જેના કારણે સ્થાનિક ગોળની કિંમત નીચી રહેવાથી રાબડા માલિકો ખેડુતોને શેરડીના યોગ્ય ભાવો ચૂકવી શકતા નથી.

ગીર સોમનાથ જિલ્લામાં એક પછી એક સુગર મિલો બંધ થઈ જતા શેરડી પકવતા ખેડુતો માટે રાબડા જ મુખ્ય આધાર રહ્યા છે. પરંતુ, ગત વર્ષે રાબડા સંચાલકોને નુકશાન થતા આ વર્ષે ૧૦૦ જેટલા રાબડા ચાલુ જ થયા નથી. ઉપરાંત, રાજયભર કોલ્ડસ્ટોરેજોની સંખ્યા વધવા લાગતા તેમાં અન્ય રાજયોમાંથી આવતા ઓછા ગણપણવાળા ગોળનું સંગ્રહ થવા લાગ્યું છે. જેથી, ગીરના ગોળના ભાવો આવા અન્ય રાજયોનાં અખાધ્ય ગોળોના ભાવના કારણે નીચા રહે છે.

જેવી રીતે ગીરની કેસર કેરી પ્રખ્યાત છે તેવી જ રીતે ગીરનો ગોળ પણ જગવિખ્યાત થયો છે. આ ગોળ અનેક રીતે ગુણકારી હોવાનું અને દરેક વયના લોકોએ ગીરના ગોળનું અવશ્ય સેવન કરવુ જોઈએ તેવું આયુર્વેદના નિષ્ણાંતો માની રહ્યા છે.

ગોળના ભાવ દબાયેલા હોય  ઇચ્છા છતાં ખેડુતોને શેરડીનો સારો ભાવ આપી શકાતો નથી: હાજાભાઇ ચૌહાણ

Vlcsnap 2019 01 18 17H23M49S98રાબડા સંચાલક એવા હાજાભાઇ ચૌહાણે ‘અબતક’સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું શેરડીનું પિલાણ  કરીને તેમાંથી ગોળ બનાવીએ છીએ. અને ગોળમાં ભીંડી નાખીને સારામાં સારો બનાવીએ છીએ કોડીનાર તાલુકાના ગોળમાં ગળામાં શરીરી નથી પડતી, સારો ગોળ બનાવીએ છીએ. એક ટન શેરડીમાંથી ૧ર૦ થી ૧રપ કિલો ગોળ બને છે. અમે જેટલા કોડીનારના વેપારીઓ છે અથવા બીજા બહારના વેપારીઓ અમારે ત્યાંથી લઇ જાય અમે ખેડુતોને ર૦૦૦ રૂપિયા ભાવે આપીએ છીએ. ર૦૦૦ થી વધારે ર૧૦૦ પણ આપીએ છીએ.

પણ ગોળની માર્કેટ દર વર્ષે દબાતી દબાતી રહે. ચાલુ કર્યુ ત્યારે ૬૦૦-૬૨૫ ની બજાર હતી. અત્યારે તે ૪૭૫ ની બજાર થઇ ગઇ એટલે બજાર નીચી તો ખેડુતોને કઇ રીતે ભાવ આપવો.અને જો આવીને આવી ઉતરોતર બજાર ઘટતી રહી તો ખેડુતોને પણ શેરડીના ભાવ અમે ઓછા આપી શકએ. અને ખેડુતો શેરડીનું વાવેતર બંધ કરી દે અને સદંતરે આ ઉઘોગ બંધ થશે.આની અંદર સરકારે પણ સહકાર આપવો જોઇએ કે વેપારીઓને બહારના રાજયોનો ગોળ લાવી, કોડીનાર તાલુકાના નહિ સૌરાષ્ટ્રના કોલ્ડસ્ટોરે જો પણ ભરી દે છે.

આ કોલ્ડ સ્ટોરેજોમાં બહારના રાજયોના ગોળની તપાસ થવી જોઇએ. અહિં કોડીનારનો અને ગીર તલાલા જીલ્લાનો ગોળ અમે રાખીએ સારામાં સારો ગોળ રાખીએ તો બહારના રાજયોનો ગોળ શા માટે લાવવો?આમાં થોડા વેપારીની પણ મોનોપોલી છે અને સરકારે આની અંદર પૂરેપુરો સહકાર આપવો જોઇએ.નહિતર ખેડુતો શેરડી વાવતા બંધ થશે તો જેમ ખાંડના કારખાના બીલેશ્વર ખાંડ ઉઘોગ બંધ થયો છે, ઉના બંધ થયો છે. તાલાલા બંધ થયો તેમ આ રાબડા ઉઘોગ પણ બંધ થાશે. તમારા હજારો માણસોની રોજીરોટી આની પાસે છે. હજારો ખેડુતોને પણ આની અંદર બીજા પાકમાં ડુંગળી ખેડુતોને રાતા પાણીએ રડાવે છે. ત્યારે શેરડી એક સારો પાક છે તો ખેડુત આપોઆપ બંધ કરી આપશે.

બિહારના રાજયોમાંથી આવતા સસ્તા ગોળના કારણે ગીરના ગોળની માંગ ઘટી છે: બીપીનભાઇ તન્ના

Vlcsnap 2019 01 18 17H23M27S154કોડીનારના ગોળના વેપારી બીપીનભાઇ તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ૨૭૫-૩૦૦ રાબડાઓ ચાલતા હતા આ વર્ષે ૧૦૦ જેટલા ઓછા છે. ૧૮૦ જેટલા રાબડા ચાલે છે. અહિં શેરડીનું વાવેતર ગત વર્ષ કરતા સરખે સરખું છે. પણ ઘાસચારામાં શેરડીની જાવક ઘણી છે. તેથી રાબડા  ઓછા ચાલુ થયા છે. આપણે અહિં ગીર સોમનાથ જીલ્લામાં શેરડીનો પાક વ્યવસ્થિત  સારો માવજતવાળો થાય છે અને આપણા ગીર સોમનાથ જીલ્લાનો ગોળ પણ ખુબ જ સરસ બને છે. પરંતુ ગ્રાહકોના અભાવે વધઘટ થયા કરે છે. બાકી સમગ્ર ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ગોળનું ઉત્પાદન સરખું જ થવાનું છે. ગયા વર્ષે ર૦ થી રર લાખ ગોળના ડબ્બા સ્ટોરેજમાં હતા અને આ વખતે પણ ર૦-રપ લાખ થાય તેવી સંભાવના છે.

ગયા વર્ષે પણ ભાવ રૂ ૪૭૫- ૫૦૦ ની રેન્જમાં જ ગોળ ચાલતો હતો. આ વખતે શેરડીનું ઉત્પાદન ગુજરાતમાં વધુ હોય અથવા ગુજરાતવાળા રાબડા ઉપર શેરડી મોકલી દેતા હોય એટલે ત્યાં શેરડીના નીચા ભાવને લીધે પડતર ઓછી લાગે છે જયારે ગીર સોમનાથમાં ધરાકીનું પ્રમાણ ઓછું રહે છે. એટલે અમારે પણ ઓછું રહે છે.

તંદુરસ્તી માટે દરેક વયના લોકોએ ગોળનું સેવન અવશ્ય કરવું જોઇએ: માનસીંગ મોરી

Vlcsnap 2019 01 18 17H23M55S171જાણીતા આયુર્વેદ નિષ્ણાંત માનસીંગભાઇ મોરીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગીરની ધરા શેરડી માટે એકદમ અનુકુળ આવે છે. વાવેતર, પાણી, જમીન અનુકુળ આવે એટલે ગીરનો રાજા શેરડીજેમ સિંહ રાજા છે. એમ શેરડી પણ રાજા છે. ગીરના અનુકુળ  વાતાવરણના કારણે તેની અંદર બનતો ગોળ કેસરી જેમ કેસર કેરી ગીરમાં બને છે. તેમ કેસરી ગોળ અને એ ગોળની અંદર ગુણવતામાં અને આયુર્વેદમાં એનું વર્ણન કરીએ તેટલું ઓછુ થાય છે. કારણ કે આયુર્વેદમાં આશુરીસ્ટ બનાવવામાં અને ઘણી બધી દવા બનાવવામાં અતિ ઉપયોગ થાય છે.

પણ હું તો એમ માનું છું કે સગર્ભ સ્ત્રીઓ અને બાળકો હોય તેના માટે ગોળ ખાવો અતિ ઉત્તમ છે. ગોળ-ઘી, ગોળ-માખણ, ગોળ અને તલનું તેલ એ અમારા વિસ્તારનું પ્રખ્યાત ખાણું હતું.ગોળ, તલનું તેલ અને બાજરાનો રોટલો સવારના પહોરમાં ખાઇ એટલે દિવસ આખો ખેડુત ખેતીના કામ કરે એનાથી એને થાક લાગતો નથી આવી રીતે આનું વર્ણન ગમે એટલે કરીએ તેટલું ઓછું થાય છે.

કારણ કે ગોળની અંદરથી કેલ્શીયમ ભરપુર મળે છે. પછી ગ્લુકોઝ પણ મળે છે. અને લોહતત્વ પણ તેની અંદર સમાયેલા છે. દરેક જાતના તત્વ ગોળની અંદરથી મળે છે. અને મારી તો એવી ભલામણ છે. કે બાળક ૬ મહીનાનું થાય ત્યારબાદ ગોળ આપવામાં આવે તો તો તેના દાંત આવવામાં વારંવાર ઝાડા, કોલેરા થતી ફરીયાદો આ બધી દુર થઇ જાય છે અને શરીરની અંદર આરોગ્યતા વધે છે. તંદુરસ્તી રહે છે. એમ્યુનીટી પણ વધે છે.

આયુર્વેદમાં દરેક જગ્યામ પર ગોળનો ઉપયોગ થાય છે અને આપણા શાસ્ત્ર પ્રમાણે હવે બધુ ખાંડ અને સાકર આવી છે. પહેલા દરેક વસ્તુ ગોળની અંદરજ બનાવવામાં આવજતી અને એટલા માટે જ અમારા ગીરનો ગોળ વાતાવરણ અનુકુળ આવવાના કારણે અને તેની જુની જે કામગીરી છે આ કામગીરીના કારણે અતિ પ્રખ્યાત છે. અને આખા દેશની અંદર ગીરનો ગોળ નામથી વહેચાઇ છે જેમ કેસર કેરી નામથી વહેચાઇ છે તેવી રીતે ગીરનો ગોળ નામથી વહેંચાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.